8th Pay Commission | ૮મા પગાર પંચ (8th Pay Commission) ને મેમોરેન્ડમ અને સૂચનો સબમિટ કરવાની ડેડલાઇન ૧૫ જૂને પૂરી થઈ ગઈ છે. હવે મુખ્ય ફોકસ કર્મચારીઓ અને પેન્શનર્સની માંગણીઓ પર આધારિત ભલામણો પર છે.
કર્મચારી યુનિયનો દ્વારા રાખવામાં આવેલી માંગણીઓમાં સૌથી મહત્વની માંગ ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) માં સુધારો કરવાની છે.
હાલમાં ૭મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭ લાગુ છે, જેને વધારીને ૩.૮૩ કરવાની માંગ કરવામાં આવી છે. જો આ માંગ સ્વીકારવામાં આવે તો અંદાજે ૫૫ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૯ લાખ પેન્શનરોને મોટો ફાયદો થશે.
ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો આંકડો છે જેનો ઉપયોગ કર્મચારીના જૂના બેઝિક પે (Basic Pay) ને નવા સુધારેલા બેઝિક પેમાં બદલવા માટે થાય છે.
આ માટેનું ફોર્મ્યુલા New Basic Pay = Current Basic Pay X FF છે. અગાઉ ૬ઠા પગાર પંચમાં આ આંકડો ૧.૮૬ હતો, જે ૭મા પગાર પંચમાં ૨.૫૭ કરાતાં ન્યૂનતમ બેઝિક સેલરી ૭,૦૦૦ રૂપિયાથી વધીને ૧૮,૦૦૦ રૂપિયા થઈ ગઈ હતી.
જો સરકાર ૩.૮૩ ફિટમેન્ટ ફેક્ટરની માંગ સ્વીકારી લે, તો ન્યૂનતમ બેઝિક પે ૬૮,૯૪૦ રૂપિયા થઈ જશે, એટલે કે ૧૮,૦૦૦ રૂપિયા મેળવતા કર્મચારીઓને સીધો ૫૧,૦૦૦ રૂપિયાનો વધારો મળશે.
જોકે, સરકાર ફિટમેન્ટ ફેક્ટર કેટલું રાખશે તે તેના નિર્ણય પર નિર્ભર કરે છે. અલગ-અલગ સંભાવનાઓ મુજબ સેલરીની ગણતરી નીચે મુજબ થઈ શકે છે:
૧૮,૦૦૦ રૂપિયા ન્યૂનતમ સેલરી વાળા કર્મચારીઓ માટે:
- ફિટમેન્ટ ફેક્ટર ૩.૦ પર: ₹૫૪,૦૦૦
- ફિટમેન્ટ ફેક્ટર ૩.5 પર: ₹૬૩,૦૦૦
- ફિટમેન્ટ ફેક્ટર ૩.૮૩ પર: ₹૬૮,૯૪૦
૪૪,૯૦૦ રૂપિયા વર્તમાન બેઝિક પે વાળા કર્મચારીઓ માટે:
- ફિટમેન્ટ ફેક્ટર ૩.૦ પર: ₹૧,૩૪,૭૦૦
- ફિટમેન્ટ ફેક્ટર ૩.5 પર: ₹૧,૫૭,૧૫૦
- ફિટમેન્ટ ફેક્ટર ૩.૮૩ પર: ₹૧,૭૧,૯૬૭
આ આંકડા માત્ર ફિટમેન્ટ ફેક્ટરની અસર સમજાવવા માટેના ઉદાહરણો છે. અંતિમ સેલરી વધારો પગાર પંચની આખરી ભલામણો અને સરકારની મંજૂરી પર જ આધાર રાખશે.
