Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

‘પ્રિય મિત્ર નરેન્દ્ર…’, મેક્રોને હિન્દી બોલીને જીત્યું દિલ, પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા

Chief Editor June 19, 2026
Modi France Visit

Modi France Visit | ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને (Emmanuel Macron) ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ મુલાકાતના સમાપન પર સોશિયલ મીડિયા (Social media) પર હિન્દીમાં એક ફેરવેલ વીડિયો સંદેશ શેર કર્યો છે.

આ વીડિયોમાં તેમણે પીએમ મોદીને પોતાના પ્રિય મિત્ર ગણાવ્યા, ભારત-ફ્રાન્સની ભાગીદારીના વખાણ કર્યા અને અંતમાં “ફ્રાન્સ લવ્સ યુ” (France loves you) કહ્યું. મેક્રોને પીએમ મોદીની નાઇસ, એવિયન અને પેરિસની મુલાકાતને આવકારી હતી અને બંને દેશોના સંબંધો વધુ ગાઢ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Join Our WhatsApp Group

મેક્રોને વીડિયોમાં હિન્દીમાં કહ્યું, “પ્રિય મિત્ર નરેન્દ્ર, મને ખૂબ ખુશી છે તમારું નાઇસ, એવિયન અને પેરિસના પ્રવાસ માટે સ્વાગત કરતા, ફ્રાન્સ ભારતની દોસ્તી અમર રહે.”

Priye mitr @NarendraModi. pic.twitter.com/BXPVenkrXi

— Emmanuel Macron (@EmmanuelMacron) June 18, 2026

આ લાઈનો બોલ્યા પછી તેમણે હસતાં હસતાં પૂછ્યું, “હું આશા રાખું છું કે આ સાચું હતું.” ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ આ મુલાકાતને ખૂબ જ ફળદાયી ગણાવી હતી અને ફેબ્રુઆરીમાં (February) પીએમ મોદીને ફરી મળવાની ઉત્સુકતા વ્યક્ત કરતા ‘જય હિંદ’ (Jai Hind) સાથે પોતાની વાત પૂરી કરી હતી.

પીએમ મોદી ૧૩ જૂને નાઇસ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મેક્રોન સાથે ‘ભારત ઇનોવેટ્સ’ (Bharat Innovates) પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું અને દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ત્યારબાદ 14થી 16 જૂન દરમિયાન તેઓ સ્લોવાકિયાના (Slovakia) પ્રવાસે ગયા હતા, જે કોઈ ભારતીય વડાપ્રધાનની આ દેશની પ્રથમ મુલાકાત હતી.

ત્યાંથી તેઓ G7 Summit માં  ભાગ લેવા માટે ફરી ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સ પરત ફર્યા હતા. પીએમ મોદીએ ગુરુવારે પેરિસમાં (Paris) ભારતીય સમુદાયને સંબોધિત કરીને અને વિવાટેક ૨૦૨૬ (VivaTech 2026) ટેક્નોલોજી ફોરમમાં સ્પીચ આપીને પોતાનો પ્રવાસ પૂરો કર્યો હતો. પીએમ મોદીએ પણ આ ભવ્ય આતિથ્ય સત્કાર માટે રાષ્ટ્રપતિ મેક્રોન અને ફ્રાન્સની જનતાનો આભાર માન્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Emmanuel Macron (ઇમેન્યુઅલ મેક્રોન) France (ફ્રાન્સ) G7 Summit Narendra Modi (નરેન્દ્ર મોદી) Paris (પેરિસ)

Post navigation

Previous: શાહરૂખ ખાનની 25 વર્ષ જૂની વાત જેઠાલાલ માટે સાચી સાબિત થઈ, વીડિયો વાયરલ થયો
Next: એક ઝાટકે ₹51,000 વધશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર, જો પૂરી થઈ આ ડિમાન્ડ
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.