Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં બળવા પછી શરદ પવાર એલર્ટ, સાંસદોની બેઠક બોલાવી

Chief Editor June 17, 2026
sharad pawar

મહારાષ્ટ્રના રાજકારણમાં (Politics) ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી તેમજ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં બળવો જોઈને વરિષ્ઠ નેતા શરદ પવાર એલર્ટ મોડ (Alert mode) પર આવી ગયા છે.

એવી માહિતી મળી રહી છે કે શિવસેના (UBT) ના 6 કે 7 સાંસદો (MPs) ટૂંક સમયમાં જ પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. આ બદલાતા રાજકીય ઘટનાક્રમો વચ્ચે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલે કે રાકંપા (NCP SP) એ આગામી 1થી 2 દિવસમાં પોતાના સાંસદોની તાકીદની બેઠક બોલાવી હોવાની ચર્ચા છે, જોકે આ અંગે હજુ સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.

Join Our WhatsApp Group

વર્ષ 2024 માં યોજાયેલી લોકસભા (Lok Sabha) ચૂંટણીમાં શરદ પવારની એનસીપી (NCP) એ 9 બેઠકો પોતાના નામે કરી હતી. જોકે, ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections) તેમનું પ્રદર્શન નબળું રહ્યું હતું અને માત્ર 10 ધારાસભ્યો જ ચૂંટાયા હતા.

તેની સરખામણીએ અજિત પવારની પાર્ટીના 41 ઉમેદવારોએ જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2023 માં અજિત પવારની આગેવાનીમાં એનસીપીમાં મોટું ભંગાણ પડ્યું હતું અને તેમને ચૂંટણી ચિહ્ન ‘ઘડિયાળ’ મળ્યું હતું,

જ્યારે શરદ પવારની પાર્ટીનું નવું ચિહ્ન ‘તુતારી’ રાખવામાં આવ્યું હતું. હાલમાં જ અજિત પવારના નિધન બાદ બંને જૂથો એક થવાની અટકળો પર વિરામ મુકાઈ ગયો છે.

બીજી તરફ, શરદ પવારની પાર્ટીના કોંગ્રેસ (Congress) માં વિલય થવાની વાતો વહેતી થઈ હતી, પરંતુ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ આ અહેવાલોને સંપૂર્ણપણે નકારી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ન તો કોંગ્રેસ તરફથી કે ન તો અમારી તરફથી આવો કોઈ પ્રસ્તાવ (Proposal) મૂકવામાં આવ્યો છે.

પક્ષના વરિષ્ઠ નેતાઓ જયંત પાટીલ અને શશિકાંત શિંદેને પણ આવા કોઈ પ્રસ્તાવની જાણકારી નથી. મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિ જોતાં શરદ પવાર પોતાના બાકી રહેલા સાંસદોને એકજૂથ રાખવા માટે સતત વ્યૂહરચના ઘડી રહ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: PAK થી દોસ્તી તુર્કીને પડી ભારે: ભારતના એક નિર્ણયથી કંપનીના 4,300 કરોડ રૂપિયા ડૂબી ગયા, CEO એ તોડ્યું મૌન
Next: ગુજરાતમાં હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરવાના કારણે 2024માં 3,924 લોકોના મોત, રોડ સેફ્ટી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.