Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

PAK થી દોસ્તી તુર્કીને પડી ભારે: ભારતના એક નિર્ણયથી કંપનીના 4,300 કરોડ રૂપિયા ડૂબી ગયા, CEO એ તોડ્યું મૌન

Chief Editor June 17, 2026
Celebi Aviation India

Celebi Aviation India | ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન પાકિસ્તાનનો પક્ષ લેવાની ભારે કિંમત તુર્કીની (Turkey) સેલેબી એવિએશન (Celebi Aviation) કંપનીને ચૂકવવી પડી છે. ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યાના 1 વર્ષ બાદ કંપનીએ પહેલીવાર પોતાના આર્થિક નુકસાન પર ખુલીને વાત કરી છે.

કંપનીની ચેરપર્સન કેનન સેલેબીઓગ્લુએ બ્લૂમબર્ગને (Bloomberg) આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે ભારત સરકાર દ્વારા સિક્યોરિટી ક્લિયરન્સ (Security clearance) રદ થવાને કારણે તેમની 500 મિલિયન ડોલર એટલે કે આશરે 4,300 કરોડ રૂપિયાની બિઝનેસ વેલ્યુ માત્ર 1 જ દિવસમાં ઝીરો થઈ ગઈ હતી.

વાસ્તવમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન તુર્કી ખુલ્લેઆમ ઈસ્લામાબાદના સમર્થનમાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને હથિયાર, ડ્રોન (Drones) અને સૈન્ય મદદ આપવાના અહેવાલો બાદ ભારત સરકારે મે 2025 માં સેલેબી કંપનીનું લાયસન્સ રદ કર્યું હતું.

આ કાર્યવાહી પહેલા સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા (Celebi Airport Services India) દેશની સૌથી મોટી ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીઓમાંથી એક હતી, જે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ સહિત 9 મોટા એરપોર્ટ હબ પર ઓપરેટ કરતી હતી.

આ કંપની દર વર્ષે આશરે 58 હજાર ફ્લાઈટ્સ અને 5.40 લાખ ટન કાર્ગોનું (Cargo) હેન્ડલિંગ કરતી હતી. એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ, પેસેન્જર ડોક્યુમેન્ટ વેરિફિકેશન (Document verification) અને લોજિસ્ટિક્સ જેવા સંવેદનશીલ ઝોનમાં તેની મજબૂત પકડ હતી.

લાયસન્સ રદ થયા બાદ સરકારે કંપનીના તમામ ઓપરેશન્સ રોકી દીધા હતા, સાધનો જપ્ત કર્યા હતા અને તેના 10 હજાર કર્મચારીઓને અન્ય ઓપરેટર્સ પાસે ટ્રાન્સફર કરી દીધા હતા.

ભારત સરકારે આ કડક નિર્ણય 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકી હુમલાના જવાબમાં શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર બાદ લીધો હતો. આ ઓપરેશન અંતર્ગત ભારતે 6 મે ના રોજ પાકિસ્તાન અને પીઓકેમાં (PoK) આતંકી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા.

આ દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને 350થી વધુ બાયરકટર TB2 (Bayraktar TB2) અને અસિસગાર્ડ સોંગર ડ્રોન આપ્યા હતા, તેમજ તેના સૈન્ય ઓપરેટિવ્સ પણ માર્યા ગયા હતા. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ આ એક્શન લીધું હતું. કંપનીએ આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) પડકાર્યો હતો, પરંતુ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોપરી ગણાવીને કંપનીની અરજી ફગાવી દીધી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Bloomberg (બ્લૂમબર્ગ) Delhi High Court (દિલ્હી હાઈકોર્ટ) Operation Sindoor (ઓપરેશન સિંદૂર)

Post navigation

Previous: તડબૂચ ખાધા પછી બીજ ફેંકી દો છો? આ રીતે કરો ઉપયોગ, ચહેરો ચાંદની જેમ ચમકશે!
Next: ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં બળવા પછી શરદ પવાર એલર્ટ, સાંસદોની બેઠક બોલાવી
Follow

Recent Posts

  • PM મોદીના 25 વર્ષના નિષ્કલંક શાસન અને ‘ડબલ એન્જિન’થી વૈશ્વિક હબ બનતું ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલ
  • ટિકિટ ન હોય તો પણ TTE ટ્રેનમાંથી ક્યારેય ન ઉતારી શકે? સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોથી શરૂ થઈ નવી ચર્ચા
  • ગુજરાતમાં હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરવાના કારણે 2024માં 3,924 લોકોના મોત, રોડ સેફ્ટી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!
  • ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં બળવા પછી શરદ પવાર એલર્ટ, સાંસદોની બેઠક બોલાવી
  • PAK થી દોસ્તી તુર્કીને પડી ભારે: ભારતના એક નિર્ણયથી કંપનીના 4,300 કરોડ રૂપિયા ડૂબી ગયા, CEO એ તોડ્યું મૌન
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.