Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વૈશ્વિક ઊર્જા બજારમાં મોટો ઉલટફેર: સાઉદી અને રશિયાને પછાડી અમેરિકા વિશ્વનું સૌથી મોટું ક્રૂડ ઓઇલ વેચનાર દેશ બન્યું

Chief Editor June 12, 2026
Once an Arab oil embargo victim US becomes worlds top oil exporter

Global Crude Oil Market | એક સમયે પોતાના દેશમાંથી ઇંધણની નિકાસ (Fuel Export) પર પ્રતિબંધ મૂકનાર અમેરિકા (US) આજે સાઉદી અરેબિયા અને રશિયા જેવા ક્રૂડ ઓઇલના માંધાતા દેશોને પછાડીને વૈશ્વિક સ્તરે તેલની નિકાસમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે.

મિડલ ઈસ્ટ કટોકટી (Middle East Crisis) વચ્ચે, મજબૂત સ્થાનિક ઉત્પાદન અને વ્યૂહાત્મક અનામત (Strategic Reserves) ના કારણે મે મહિનામાં યુએસની ક્રૂડ અને ફ્યુઅલ નિકાસ 10.5 મિલિયન બેરલ પ્રતિ દિવસ (bpd) પર પહોંચી ગઈ છે.

Join Our WhatsApp Group

આ સતત ત્રીજો મહિનો છે જ્યારે અમેરિકા વિશ્વનું સૌથી મોટું ઓઇલ એક્સપોર્ટર (Oil Exporter) બન્યું છે. રોઇટર્સની ગણતરી મુજબ, આ જ સમયગાળામાં રશિયાની નિકાસ 7 મિલિયન bpd અને સાઉદી અરેબિયાની નિકાસ 5.9 મિલિયન bpd રહી હતી.


બદલાયેલું વૈશ્વિક સમીકરણ અને ઈરાન યુદ્ધ: ગયા વર્ષે સાઉદી અરેબિયા 8.1 મિલિયન bpd સાથે ટોચ પર હતું, જ્યારે અમેરિકા 6.6 મિલિયન bpd પર હતું. પરંતુ 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા સંયુક્ત હુમલા બાદ મિડલ ઈસ્ટનો મુખ્ય દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) 100 કરતાં વધુ દિવસો સુધી ખોરવાયેલો રહ્યો. ઈરાને આ માર્ગ પર પકડ મજબૂત કરતાં વૈશ્વિક સપ્લાય પર દબાણ આવ્યું, જેનો સીધો ફાયદો અમેરિકાને મળ્યો છે. આ ઉપરાંત યુક્રેનના ડ્રોન હુમલા અને યુએસ પ્રતિબંધો (US Sanctions) ને કારણે રશિયાનો સપ્લાય પણ પ્રભાવિત થયો છે.


અમેરિકા માટે નવું હથિયાર: એનર્જી એક્સપોર્ટ વર્ષ 1973 માં ઓપેક (OPEC) દેશોના ઓઇલ પ્રતિબંધોનો સામનો કરનાર અમેરિકા માટે આ એક ઐતિહાસિક પલટો છે. 2010 પછી યુએસ શેલ (US Shale) ફોર્મેશનના કારણે ઉત્પાદનમાં બૂમ આવી હતી. ત્યારબાદ 2015 માં અમેરિકાએ પોતાના 4 દાયકા જૂના ઓઇલ નિકાસ પ્રતિબંધને હટાવી લીધો હતો. વર્ષ 2000 થી અત્યાર સુધીમાં યુએસનું ક્રૂડ ઉત્પાદન ત્રણ ગણું વધીને 22 મિલિયન bpd થઈ ગયું છે.

શિપ ટ્રેકિંગ ફર્મ કેપ્લર (Kpler) ના પોલિસી હેડ મિશેલ બ્રુહાર્ડના જણાવ્યા અનુસાર, “વોશિંગ્ટન પાસે હવે એક નવું શક્તિશાળી હથિયાર છે જેની તેમને ઈરાન યુદ્ધ પહેલા ખબર નહોતી – તે છે એનર્જી એક્સપોર્ટ.” અમેરિકા અત્યારે યુરોપ માટે ક્રૂડનો સૌથી મોટો સપ્લાયર બની ગયું છે.


ઓપેક (OPEC) નું ઘટતું પ્રભુત્વ: અમેરિકાના આ દબદબા વચ્ચે ખનિજ તેલ ઉત્પાદક દેશોના સંગઠન ‘ઓપેક’ ના પ્રભુત્વને મોટો ફટકો પડ્યો છે. મે મહિનામાં જ તેના સૌથી મોટા સભ્યોમાંના એક સંયુક્ત આરબ અમીરાત (UAE) એ લગભગ 60 વર્ષ પછી આ જૂથમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. રશિયાની સરકારી કંપની રોસ્નેફ્ટ (Rosneft) ના સીઈઓ ઇગોર સેચિને પણ સ્વીકાર્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાનો સૌથી મોટો ફાયદો અમેરિકન કંપનીઓને થયો છે. હાલમાં અમેરિકાના તેલની 47% નિકાસ યુરોપમાં અને 46% નિકાસ એશિયાઈ દેશોમાં થઈ રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Crude Oil (ક્રૂડ ઓઇલ) OPEC (ઓપેક) Russia (રશિયા) Saudi Arabia (સાઉદી અરેબિયા) Strait of Hormuz (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) USA (અમેરિકા)

Post navigation

Previous: એલોન મસ્કને ટ્રિલિયોનર બનાવનાર SpaceXના IPOમાં ભારતીય રોકાણકારોએ નાણાં રોકવા જોઈએ?
Next: આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ સમયે ખામી સર્જાઈ
Follow

Recent Posts

  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
  • “ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ
  • મોદીની ચમચાગીરી ભારે પડી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.