Gujarati arrested by ice massachusetts America | અમેરિકા (America) માં ગેરકાયદેસર રીતે રહેતા અને લીકર સ્ટોર (Liquor store) માં કામ કરતા એક ગુજરાતી યુવકને ગ્રાહક સાથે મારામારી કરવાનું ભારે પડ્યું છે.
ધવલ પટેલ નામના આ આશરે 30 વર્ષીય યુવકને 16 મેના રોજ મેસાચ્યુસેટ્સ (Massachusetts) ની વોરકેસ્ટર પોલીસ (Worcester police) દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસ રિપોર્ટ અનુસાર, સ્ટોર પર આવેલા એક કસ્ટમર (Customer) સાથે ધવલને કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ધવલ પટેલે બેસબોલ બેટ (Baseball bat) વડે ગ્રાહક પર જીવલેણ હુમલો કર્યો હતો. લોકલ પોલીસે તેની સામે જોખમી હથિયાર વડે હુમલો કરવા સહિતના ગંભીર ચાર્જિસ (Charges) લગાવ્યા હતા.
જોકે, આ મામલામાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે કોઈપણ કાયદેસરના સ્ટેટસ (Status) વિના રહેતા ધવલ પટેલને સ્થાનિક પોલીસે ઈમિગ્રેશન ઓથોરિટી (Immigration authority) ને જાણ કર્યા વિના જ ગણતરીના સમયમાં જેલમાંથી રિલીઝ (Release) કરી દીધો હતો.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) ના જણાવ્યા અનુસાર, આ બાબત સામે આવતા જ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ કડક વલણ અપનાવ્યું હતું અને 18 મેના રોજ ધવલ પટેલની ફરી ધરપકડ (Arrest) કરી લીધી હતી.
આ મામલે એક્ટિંગ આસિસ્ટન્ટ સેક્રેટરી લોરેન બીસે આકરી પ્રતિક્રિયા આપતા મેસાચ્યુસેટ્સ જેવા સેન્ચ્યુરી સ્ટેટ્સ (Sanctuary states) ની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે ઈન્ડિયા (India) થી આવેલા આવા ઈલીગલ એલિયન્સ (Illegal aliens) ને છોડવાનું બંધ કરી ડિપોર્ટ (Deport) કરવા માટે સહકાર આપવો જોઈએ.
ધવલ પટેલ કઈ બોર્ડર (Border) ક્રોસ કરીને અમેરિકામાં એન્ટર (Enter) થયો હતો તેની વિગતો જાહેર કરાઈ નથી, પરંતુ હવે તેને ભારત પાછા આવવું પડશે તે લગભગ નક્કી છે.
અમેરિકામાં હાલ ધવલ પટેલ જેવા બીજા પણ ઘણા ઈન્ડિયન્સ (Indians) જેલમાં બંધ છે અને તેમની સામે ડિપોર્ટેશન પ્રોસેસ (Deportation process) શરૂ થઈ ગઈ છે. કેટલાક કિસ્સાઓમાં તો પત્નીઓએ જ ડોમેસ્ટિક વાયલન્સ (Domestic violence) ના કેસ નોંધાવ્યા છે.
યુએસએમાં સામાન્ય રીતે ડેમોક્રેટિક સ્ટેટ્સમાં ટ્રાફિક કે નાના ગુનામાં પકડાયેલા લોકોનો ડેટા શેર નથી થતો, પરંતુ રિપબ્લિકન સ્ટેટ્સ (Republican states) માં ઓવરસ્પિડિંગ (Overspeeding) કે સિગ્નલ જમ્પ કરવા જેવા મામલામાં પણ આરોપીને સીધો ICE ને સોંપી દેવાય છે.
આ સિવાય DUI એટલે કે નશાની હાલતમાં ડ્રાઈવિંગ (Driving under the influence) કરનારા ઘણા દેસીઓ પણ હાલ કસ્ટડી (Custody) માં છે. હજુ 12 મેના રોજ કન્ટકી (Kentucky) ની નોક્સ કાઉન્ટી (Knox County) માં દારૂ પીને ગાડી ચલાવવા બદલ એક ગુજરાતીની ધરપકડ થઈ હતી, જેમના પર પણ હવે ડિપોર્ટેશનનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.
અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ (Undocumented immigrants) ની લોકલ પોલીસ વિગતો શેર ન કરે તો પણ ઓનલાઈન ડેટા (Online data) દ્વારા ટ્રેક કરીને ઈમિગ્રેશન ઓથોરિટી તેમને ગમે ત્યારે ઝડપી લે છે અને અમુક કિસ્સામાં તો પગમાં ટ્રેકર (Tracker) પણ પહેરાવી દેવામાં આવે છે.
