Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુજરાતમાં ડીઝલની ભારે અછત: 12 લાખ ટ્રકના પૈડા થંભી જવાની ભીતિ, મોંઘવારી વધશે

Chief Editor May 21, 2026
petrol diesel shortage truck line

Gujarat Diesel Shortage | ઇઝરાયેલ, અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (War) તથા વૈશ્વિક ભૌગોલિક પરિસ્થિતિના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત (Diesel Shortage) વર્તાઈ રહી છે. આ કટોકટીના લીધે રાજ્યના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે જો ઇંધણની આ અછત વહેલી તકે દૂર નહીં થાય, તો ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડાં થંભી જશે. આર્થિક મંદી અને ડીઝલની તંગીના બેવડા ફટકાથી ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની કમર ભાંગી ગઈ છે, જેના પગલે એસોસિયેશને ગુજરાત સરકાર (Government of Gujarat) સમક્ષ તાકીદે રજૂઆત કરી છે.

હાલમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ સૌથી વધુ કફોડી બની છે. હાઈવે પર આવેલા મોટાભાગના પેટ્રોલ પંપો (Petrol Pumps) પર ‘ડીઝલ નથી’ તેવા પાટિયા જોવા મળી રહ્યા છે. પંપ માલિકોના જણાવ્યા અનુસાર, પહેલાં જ્યાં નિયમિત સપ્લાય હતો, ત્યાં હવે 5 દિવસે માંડ 1 ટેન્કર મળી રહ્યું છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આ અપૂરતા જથ્થાને કારણે વાહનચાલકોને મર્યાદિત લિટર જ ઇંધણ આપવામાં આવે છે, જેથી લાંબા અંતરના ટ્રકચાલકો અધવચ્ચે અટવાઈ પડ્યા છે. માલસામાનની સમયસર ડિલિવરી ન થતાં બજારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચવાની આશંકા છે.

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (AGTTA) આ મામલે મેદાને આવ્યું છે. તેમણે જણાવ્યું કે જો આ જ સ્થિતિ રહી તો લાખો લોકોની રોજીરોટી છીનવાઈ જશે. બીજી તરફ, ડીઝલની કટોકટીના કારણે મુસાફરી સેવાઓ પણ ખોરવાઈ છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય રૂટ પર ખાનગી લક્ઝરી બસો (Private Luxury Buses)ના સંચાલનમાં 30 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ ઓપરેટરોનું કહેવું છે કે મોંઘા ડીઝલ અને અનિયમિત પુરવઠા વચ્ચે બસ ચલાવવી આર્થિક રીતે પોષાય તેમ નથી.

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં અચાનક 35 થી 40 ટકાનો ઉછાળો આવ્યો છે, જેના કારણે પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સરકારે આ મુદ્દે કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં ચર્ચા કરી છે અને લોકોને અપીલ કરી છે કે અફવાઓથી સાવધાન રહેવું, રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેથી કોઈએ ગભરાવાની જરૂર નથી. જોકે, ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Diesel (ડીઝલ) Fuel crisis (ઇંધણ સંકટ) Petrol (પેટ્રોલ)

Post navigation

Previous: ભારત-આફ્રિકા ફોરમ સમિટ IV સ્થગિત: હેલ્થ સિચ્યુએશનને કારણે લેવાયો નિર્ણય
Next: RBI પ્રજાને ‘મોંઘવારીના ઝેરનો ઘૂંટડો’ પીવડાવશે, રૂપિયાને મજબૂત કરવા રેપો રેટ વધારે તેવા સંકેત
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
  • शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार
  • NRI को सलाह देने पर ट्रोल हुए Zoho के संस्थापक श्रीधर वेम्बू, बोले- ‘विकल्प क्या है? भीख मांगें?’
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.