Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર: ભારતમાં પેટ્રોલ-ડીઝલ રૂ. 5 અને ઘરેલુ LPG રૂ. 50 મોંઘા થવાના એંધાણ

Chief Editor May 2, 2026
Fuel Price Hike

Fuel Price Hike | મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલીની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડવા જઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ (Crude Oil) ના પુરવઠામાં અવરોધ ઊભો થતા આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. ખાસ કરીને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા તણાવને કારણે તેલના ટેન્કરો અટવાઈ પડ્યા છે, જેનાથી વૈશ્વિક બજારમાં સપ્લાય ચેઈન (Supply Chain) ખોરવાઈ છે.

Join Our WhatsApp Group

સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 5 થી 7 દિવસમાં ભાવ વધારાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 4 થી 5 રૂપિયાનો વધારો થવાની પૂરી શક્યતા છે.

બીજી તરફ, ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં પણ 40 થી 50 રૂપિયાનો ઝીંકો ઝીંકાઈ શકે છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103 રૂપિયાને પાર છે. જો રસોઈ ગેસમાં 50 રૂપિયાનો વધારો થાય, તો દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ 960 રૂપિયાથી ઉપર પહોંચી જશે.

ભારત સરકાર હાલ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જાના ભાવ વધવાને કારણે સ્થાનિક સ્તરે મોંઘવારી (Inflation) વધવાની ભીતિ સેવાઈ રહી છે.

ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે. મધ્ય પૂર્વમાં વધતી જતી અસ્થિરતા (Instability) ભારતીય અર્થતંત્ર માટે આગામી સમયમાં પડકારજનક સાબિત થઈ શકે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Crude Oil (ક્રૂડ ઓઇલ) Diesel (ડીઝલ) Inflation (મોંઘવારી) LPG (એલપીજી) Petrol (પેટ્રોલ) Strait of Hormuz (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ)

Post navigation

Previous: AAP છોડી ભાજપમાં જોડાયેલા સાંસદ સંદીપ પાઠક પર ધરપકડની તલવાર, પંજાબમાં 2 FIR દાખલ
Next: અમેરિકાએ ભારતને પરત કરી 120 કરોડની 657 પ્રાચીન મૂર્તિઓ
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.