Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકાએ ભારતને પરત કરી 120 કરોડની 657 પ્રાચીન મૂર્તિઓ

Chief Editor May 2, 2026
US Returned Indian Ancient Idols

US Returned Indian Ancient Idols | ભારતની સાંસ્કૃતિક ધરોહરને પરત લાવવાના પ્રયાસોમાં મોટી સફળતા મળી છે. અમેરિકાએ ભારતને અંદાજે 120 કરોડ રૂપિયા ($14 Million) થી વધુની કિંમતની 657 જેટલી દુર્લભ અને પ્રાચીન મૂર્તિઓ પરત કરી છે.

આ અમૂલ્ય વારસો સુભાષ કપૂર અને નેન્સી વીનર જેવા આંતરરાષ્ટ્રીય તસ્કર (International Smugglers) ગીરોહો દ્વારા ભારતમાંથી ચોરી કરીને અમેરિકા લઈ જવામાં આવ્યો હતો. ન્યૂયોર્કના મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રૈગ અને ભારતીય કોન્સ્યુલ જનરલ રાજલક્ષ્મી કદમની હાજરીમાં આ મૂર્તિઓ સોંપવા માટે એક વિશેષ સમારોહ યોજાયો હતો.

Join Our WhatsApp Group

આ ઐતિહાસિક વારસો ભારતને ત્રણ અલગ-અલગ તબક્કામાં પરત કરવામાં આવ્યો છે. નવેમ્બર 2024 માં 612 મૂર્તિઓ, જુલાઈ 2025 માં 26 મૂર્તિઓ અને છેલ્લા તબક્કામાં 28 એપ્રિલ 2026, મંગળવારના રોજ 19 મૂર્તિઓ ભારતને સોંપાઈ હતી. જેમાંની 17 મૂર્તિઓ સીધી રીતે કુખ્યાત તસ્કર સુભાષ કપૂર સાથે જોડાયેલી છે.

પરત મળેલી પ્રતિમાઓમાં મુખ્યત્વે અવલોકિતેશ્વરની કાંસ્ય પ્રતિમા (Bronze Idol) શામેલ છે, જેની કિંમત અંદાજે 17 કરોડ રૂપિયા છે. આ મૂર્તિ છત્તીસગઢના રાયપુરથી 1982 માં ચોરાઈ હતી.

આ ઉપરાંત, ઉત્તર ભારતમાંથી લૂંટાયેલી બુદ્ધની લાલ બલુઆ પથ્થરની પ્રતિમા, જેની કિંમત 63 કરોડ રૂપિયા છે, તે પણ પરત મળી છે. મધ્ય પ્રદેશના મંદિરમાંથી વર્ષ 2000 માં ચોરાયેલી નૃત્ય કરતા ગણેશની મૂર્તિ પણ આ સંગ્રહનો ભાગ છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાંથી ચોરાયેલી હજુ પણ 1,000 થી વધુ કલાકૃતિઓ (Artifacts) પરત લાવવાની બાકી છે. અમેરિકન તપાસ એજન્સી (HSI) અને ભારત સરકાર છેલ્લા દોઢ દાયકાથી આ સ્મગલિંગ નેટવર્કને તોડવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

પીએમ મોદીએ પણ આ સાંસ્કૃતિક વારસાની વાપસી બદલ સોશિયલ મીડિયા પર હર્ષ વ્યક્ત કર્યો છે. હવે આ પવિત્ર મૂર્તિઓ અને કલાકૃતિઓ ભારતની વિવિધ આર્ટ ગેલેરી અને સંગ્રહાલયોની શોભા વધારશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: India (ભારત) USA (અમેરિકા)

Post navigation

Previous: મિડલ ઈસ્ટ યુદ્ધની અસર: ભારતમાં પેટ્રોલ-ડીઝલ રૂ. 5 અને ઘરેલુ LPG રૂ. 50 મોંઘા થવાના એંધાણ
Next: અમેરિકાને યુરોપ સાથે વાંકું પડ્યું, ટ્રમ્પે જર્મનીથી 5,000 અમેરિકન સૈનિકો પાછા બોલાવ્યા
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.