Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુજરાત 15 મહાનગરપાલિકા પરિણામ: અમદાવાદમાં ઘર્ષણ, જામનગરમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારોની જીત અને સુરતમાં ‘આપ’ને ઝટકો

Chief Editor April 28, 2026
Gujarat Corporation Results

Gujarat Corporation Results | ગુજરાતની 15 મહાનગરપાલિકા (Municipal Corporations) ની 1001 બેઠકો પર મતગણતરી (Counting) શરૂ થઈ ચૂકી છે. અમદાવાદ (Ahmedabad) ના મતગણતરી કેન્દ્ર પર પોલીસ અને ભાજપ (BJP) કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના સમાચાર સામે આવ્યા છે.

પરિણામોના પ્રારંભિક વલણોમાં જામનગર (Jamnagar) માં ભાજપના 3 મુસ્લિમ ઉમેદવારોએ જીત મેળવી ઈતિહાસ રચ્યો છે, જ્યારે સુરત (Surat) માં આમ આદમી પાર્ટી (AAP) ના ફાયરબ્રાન્ડ નેતા પાયલ સાકરિયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની હાર થઈ છે.

Join Our WhatsApp Group

રાજકોટ (Rajkot) માં કોંગ્રેસ (Congress) ના જાણીતા ઉમેદવાર RJ આભા પણ પરાજિત થયા છે. રાજ્યની જૂની 6 અને નવી બનેલી 9 મહાનગરપાલિકામાં ભાજપનો 20 થી 30 વર્ષ જૂનો ગઢ અકબંધ રહે છે કે વિપક્ષ ગાબડું પાડશે તે બપોરે 2 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

નોંધનીય છે કે 15 મનપાની 43 બેઠકો પર ભાજપના ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ (Unopposed) જાહેર થયા છે. આ ચૂંટણીમાં સરેરાશ 55% મતદાન (Voting) નોંધાયું હતું, જેમાં વાપી (Vapi)માં સૌથી વધુ 72.29% અને ગાંધીધામ (Gandhidham) માં સૌથી ઓછું 46.03% મતદાન થયું છે. 27% OBC અનામત સાથે યોજાયેલી આ પ્રથમ મોટી ચૂંટણીના પરિણામો પર સમગ્ર રાજ્યની નજર છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Gujarat (ગુજરાત) Local Body Elections (સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી)

Post navigation

Previous: ગુજરાત AAPમાં ભંગાણ: ખેડૂત નેતા સાગર રબારીનું રાજીનામું, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ પાર્ટીને મોટો ફટકો
Next: ગુજરાત નગરપાલિકા પરિણામ 2026: ગોંડલ-ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, વિરમગામ અને ધોળકામાં પણ ભગવો લહેરાયો
Follow

Recent Posts

  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
  • “ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ
  • મોદીની ચમચાગીરી ભારે પડી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.