Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ખેડા: પાટીદાર દીકરીના પ્રેમલગ્ન મામલે સમાજ મેદાને, કિંજલ રબારીના કિસ્સા બાદ દીકરીને પરત લાવવા ઉઠી માંગ

Chief Editor March 16, 2026
kinjal rabari controversy Patidar Samaj

kinjal rabari controversy | ગુજરાતમાં હાલમાં પ્રેમલગ્ન (Love Marriage) અને સામાજિક મર્યાદાઓને લઈને એક નવો વિવાદ છેડાયો છે. જાણીતી ગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari) ના કિસ્સામાં તે પોતાના ઘરે પરત ફર્યા બાદ, હવે અન્ય સમાજોમાં પણ પોતાની દીકરીઓને પરત લાવવા માટેની હિલચાલ તેજ બની છે.

ખેડા જિલ્લા (Kheda District) ના કઠલાલ (Kathlal) તાલુકાના લસુંદ્રા (Lasundra) ગામે પાટીદાર સમાજની એક દીકરી રબારી સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કરી જતી રહેતા મોટો વિવાદ (Controversy) સર્જાયો છે.

આ મામલે દીકરીની માતા રેણુકાબેન પટેલનો એક ભાવુક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયો છે. જેમાં તેમણે રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીને સંબોધીને નમ્ર અપીલ કરી છે કે, જેમ કિંજલ રબારી પોતાના ઘરે પરત આવી છે, તેમ મારી દીકરી પણ મને પરત જોઈએ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બંને સમાજ વચ્ચે દીકરીઓના આદાન-પ્રદાનનો કોઈ વ્યવહાર નથી, તેથી સામાજિક ગરિમા જાળવીને તેમની દીકરીને પરત સોંપવામાં આવે.

આ ગંભીર મુદ્દા પર રણનીતિ ઘડવા માટે લસુંદ્રા ગામમાં પાટીદાર સમાજ (Patidar Community) ના દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. આ બેઠકમાં ગૌરાંગ પટેલ (Gaurang Patel), દિનેશ બાંભણિયા (Dinesh Bambhaniya) અને વરુણ પટેલ (Varun Patel) જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડા જિલ્લા સરદાર પટેલ સંગઠનના અધ્યક્ષ વીરુ પટેલે જણાવ્યું હતું કે, અમે પરિવારની મુલાકાત લીધી છે અને રબારી સમાજના આગેવાનો સાથે સતત સંપર્કમાં છીએ જેથી આ પ્રશ્નનો શાંતિપૂર્ણ ઉકેલ (Solution) લાવી શકાય.

બીજી તરફ, પાટીદાર આગેવાન સાગરભાઈએ આશા વ્યક્ત કરી છે કે ઠાકરશી રબારી અને મધ્ય ગુજરાતના અન્ય રબારી આગેવાનો સાથે વાતચીત હકારાત્મક રહી છે.

રબારી સમાજના અગ્રણીઓએ પણ સાંત્વના આપી છે કે તેઓ યોગ્ય સહકાર આપીને દીકરીને પરત લાવવા માટે પ્રયત્નો કરશે. સમગ્ર ગુજરાતમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે અને હવે સૌની નજર સમાજની આગામી રણનીતિ (Strategy) પર ટકેલી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Kheda (ખેડા) Kinjal Rabari (કિંજલ રબારી) Patdidar Community (પાટીદાર સમાજ) Rabari Community (રબારી સમાજ)

Post navigation

Previous: અમદાવાદમાં ઉઘરાણી માટે ફિલ્મી ઢબે અપહરણ: ‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે’ કહી યુવકને માર માર્યો
Next: યુદ્ધની અસર: ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ભારે અછત, હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો
Follow

Recent Posts

  • ભારતની પ્રથમ બેરિયરલેસ ટોલ સિસ્ટમ સુરતમાં શરૂ, વાહન ઉભું રાખ્યા વગર ટોલ ટેક્સ કપાશે
  • રાજેશ ખન્ના સાથે 10 વર્ષ લિવ-ઈનમાં રહી, પણ કોર્ટે ન્યાયના નામે મજાક કરી: અનીતા અડવાણીનો બળાપો
  • ૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ
  • ગ્લોબલ રાજસ્થાન એગ્રીટેક મીટ યોજાઈ
  • Exit Poll 2026: પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજયના સંકેત, આસામમાં NDAની વાપસી અને તમિલનાડુમાં રસાકસીનો જંગ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.