ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના લગ્નને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામા (High Voltage Drama) નો આખરે અંત આવ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર સુરક્ષાની માંગણીના વીડિયો વાઇરલ (Viral Video) કર્યા બાદ, હવે કિંજલ રબારીએ અગાઉના તમામ નિવેદનોથી ‘યુ-ટર્ન’ લીધો છે.
સમાજની મધ્યસ્થી અને મોડી રાત્રે લેવાયેલો નિર્ણય રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ કિંજલ રબારી 14 માર્ચ (March 14) ના રોજ મોડી રાત્રે પોતાના પરિવાર પાસે પરત ફરી છે. અશોક ચૌધરી (Ashok Chaudhary) સાથેના લગ્ન બાદ સર્જાયેલા વિવાદમાં બંને જ્ઞાતિના આગેવાનો વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો, જેમાં અંતે કિંજલને તેના પિતા અને પરિવારજનોને સોંપવામાં આવી હતી.
“હું રાહ ભટકી ગઈ હતી” – કિંજલ રબારી પરિવાર સાથે મિલન બાદ કિંજલે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક નવી સ્પષ્ટતા જાહેર કરી છે. તેણે જણાવ્યું કે, “”હું કિંજલ રબારી, મારા નામે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તે બાબતે કહેવા માગું છું કે, મેં મારી રાહ ભટકીને જે પગલું ભરેલું તે ખોટું હતું; માટે હું રાજીખુશીથી મારા પરિવારનો સંપર્ક કરી મારા પરિવાર પાસે આવી ગઈ છું. હું કાયમ માટે મારા પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું. મારા માલધારી સમાજના દરેક આગેવાન ભાઈઓ અને સર્વે અઢારે આલમના મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે, કોઈએ મારા વિશે ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીં અને કોઈ ખોટી વાતો કે અફવાઓમાં આવવું નહીં. મારા નામે જે પણ અન્ય સોશિયલ મીડિયાના એકાઉન્ટ ચલાવી રહ્યા છે, તે તમામને મારા અગાઉના વીડિયો ડિલીટ કરવા સાથે અન્ય કોઈ ખોટા AI (એઆઈ) થી બનાવેલા ફોટો કે વીડિયો નહીં મૂકવા વિનંતી કરું છું. જય દ્વારકાધીશ.”
શું હતો સમગ્ર વિવાદ? આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કિંજલે અશોક ચૌધરી સાથે આંતરજ્ઞાતિ લગ્ન (Inter-caste Marriage) કર્યા હોવાનો વીડિયો શેર કર્યો હતો. તેણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) પાસે સુરક્ષાની માંગ પણ કરી હતી. જોકે, હવે સામાજિક સમજાવટથી આ સમગ્ર મામલે પૂર્ણવિરામ મુકાયું છે.
