Google Pixel 9 Pro Free Repair Program | ગૂગલે (Google) સત્તાવાર રીતે તેના પ્રીમિયમ સ્માર્ટફોન Pixel 9 Pro સિરીઝ માટે એક નવો ‘એક્સટેન્ડેડ રિપેર પ્રોગ્રામ’ (Extended Repair Program) અને Pixel 9 Pro Fold માટે ‘એક્સટેન્ડેડ વોરંટી’ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ હેઠળ, મર્યાદિત સંખ્યામાં અસરગ્રસ્ત ડિવાઇસને કંપની વિનામૂલ્યે રિપેર અથવા રિપ્લેસ કરી આપશે.
Pixel 9 Pro અને 9 Pro XL માટેની ઓફર
ગૂગલના સપોર્ટ પેજ મુજબ, જો તમારા Pixel 9 Pro અથવા Pixel 9 Pro XL ની ડિસ્પ્લે પર નીચેથી ઉપર સુધી કોઈ વર્ટિકલ લાઈન (Vertical Line) દેખાય છે અથવા ડિસ્પ્લે ફ્લેરિંગ (Flaring) ની સમસ્યા છે, તો ગૂગલ તેને ખરીદીની તારીખથી 3 વર્ષ સુધી ફ્રીમાં રિપેર કરી આપશે.
- ફ્રી ડિસ્પ્લે રિપ્લેસમેન્ટ: કંપની અસરગ્રસ્ત ડિવાઇસની ડિસ્પ્લે મફતમાં બદલી આપશે.
- વધારાની વોરંટી: રિપેરિંગ બાદ પણ યૂઝર્સને તે ભાગ પર 90 દિવસની વોરંટી (Warranty) મળશે.
- શરત: જો ફોનની ડિસ્પ્લે કે ગ્લાસ શારીરિક રીતે તૂટેલા (Physical Damage) હશે અથવા લિક્વિડ ડેમેજ હશે, તો આ સુવિધાનો લાભ મળશે નહીં.
Pixel 9 Pro Fold માટે ફ્રી રિપ્લેસમેન્ટ
ગૂગલે તેના ફોલ્ડેબલ ફોન Pixel 9 Pro Fold માટે પણ 3 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી જાહેર કરી છે. જો તમારા ફોલ્ડ ફોનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય છે, તો તમે ફ્રી રિપ્લેસમેન્ટ (Free Replacement) માટે પાત્ર બની શકો છો.
યૂઝર્સ ગૂગલના ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર (Authorized Service Center) ની મુલાકાત લઈને આ સેવાનો લાભ લઈ શકે છે. ગૂગલે સલાહ આપી છે કે ફોન રિપેરિંગમાં આપતા પહેલા તમારા ડેટાનું બેકઅપ (Data Backup) લેવું અનિવાર્ય છે.
