ટેક ડેસ્ક: સ્માર્ટફોન માર્કેટ (Smartphone Market) માટે વર્ષ 2025 એક ઐતિહાસિક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું છે. અંદાજે 14 વર્ષ બાદ એપલ (Apple)એ સેમસંગ (Samsung)ને પાછળ છોડીને ગ્લોબલ માર્કેટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ (Counterpoint Research) ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, Apple હવે વધુ મજબૂત લીડ સાથે દુનિયાની નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ છે.
માર્કેટ શેરના ચોંકાવનારા આંકડા
વર્ષ 2025 માં ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં (Shipments) 2% નો વધારો નોંધાયો છે. જેમાં Apple એ 20% માર્કેટ શેર અને 10% વાર્ષિક ગ્રોથ (YoY Growth) સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. બીજી તરફ, Samsung 19% શેર અને 5% ગ્રોથ સાથે બીજા ક્રમે રહ્યું છે. ભારત, જાપાન અને દક્ષિણ-પૂર્વ એશિયાના બજારોમાં iPhone 16 અને નવી લોન્ચ થયેલી iPhone 17 સિરીઝના શાનદાર પ્રદર્શનને કારણે Apple ને આ સફળતા મળી છે.
Samsung અને અન્ય બ્રાન્ડ્સની સ્થિતિ
Samsung એ પ્રીમિયમ કેટેગરીમાં Galaxy S25 અને Galaxy Fold 7 દ્વારા સારું પ્રદર્શન કર્યું, પરંતુ લેટિન અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં ઓછી માંગને કારણે તેની ગતિ ધીમી રહી.
- Xiaomi: 13% માર્કેટ શેર સાથે ત્રીજા સ્થાને રહી.
- Vivo: ભારત જેવા બજારોમાં ઓફલાઇન પકડ મજબૂત હોવાથી ચોથા ક્રમે રહી.
- Nothing અને Google: આ ઉભરતી બ્રાન્ડ્સે અનુક્રમે 31% અને 25% ના આશ્ચર્યજનક ગ્રોથ સાથે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
નિષ્ણાતોના મતે, ગ્રાહકો હવે સસ્તા ફોનને બદલે પ્રીમિયમ સ્માર્ટફોન્સ (Premium Smartphones) તરફ વળી રહ્યા છે, જેનો સીધો ફાયદો Apple ને મળી રહ્યો છે.
