Donald Trump Greenland | અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ગ્રીનલેન્ડ (Greenland )ને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ અને આક્રમક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા (USA) હવે ગ્રીનલેન્ડ (Greenland )ને લીઝ (Lease) પર લેવાને બદલે તેનો સંપૂર્ણ માલિક (Owner) બનવા માંગે છે. આ જાહેરાત બાદ યુરોપિયન દેશોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચીન અને રશિયાના કબજાનો ડર
એર ફોર્સ વન (Air Force One) વિમાનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, “જો અમેરિકા ગ્રીનલેન્ડ (Greenland) પર કબજો નહીં કરે, તો ચીન અથવા રશિયા ત્યાં પોતાનો અધિકાર જમાવી દેશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ આ સોદો શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા કરવા ઈચ્છે છે, પરંતુ અંતે તો ‘ગમે તે ભોગે’ (At any cost) ગ્રીનલેન્ડ અમેરિકા હસ્તક હોવું જોઈએ.
ભાડાપટ્ટે નહીં, પણ પૂર્ણ માલિકીની માંગ
ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ સૈન્ય કાર્યવાહી (Military Action) કરશે? ત્યારે તેમણે સીધો જવાબ આપવાને બદલે કહ્યું કે તેમનું ધ્યાન માત્ર અધિકાર સ્થાપિત કરવા પર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “અમને ગ્રીનલેન્ડ (Greenland) થોડા સમય માટે કે ભાડાપટ્ટે નથી જોઈતું, અમારે તેની કાયમી માલિકી જોઈએ છે.”
ગ્રીનલેન્ડનું વ્યૂહાત્મક મહત્ત્વ
ગ્રીનલેન્ડ હાલમાં ડેન્માર્ક (Denmark) નું એક સ્વાયત્ત ક્ષેત્ર છે. આર્કટિક (Arctic) વિસ્તારમાં હોવાને કારણે અહીંથી શિપિંગ રૂટ અને મિલીટરી કોરિડોર (Military Corridor) પર નજર રાખવી સરળ છે. ટ્રમ્પના મતે ત્યાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત નબળી છે, જેનો ફાયદો દુશ્મન દેશો ઉઠાવી શકે છે.
ગ્રીનલેન્ડનો ટૂંકો ઇતિહાસ (Greenland History Timeline):
- ઈ.સ. પૂર્વે 2500: સાકાક સંસ્કૃતિના લોકો કેનેડાથી બરફ પર ચાલીને અહીં આવ્યા.
- ઈ.સ. 982: આઈસલેન્ડના એરિકે અહીં વસવાટ કર્યો અને ‘ગ્રીનલેન્ડ’ (Greenland) નામ આપ્યું.
- ઈ.સ. 1000: એરિકના પુત્ર લીફ એરિક્સે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો.
- ઈ. સ. 1450: રહસ્યમય રીતે વાઈકિંગ્સ ગ્રીનલેન્ડ છોડી ગયા અથવા મૃત્યુ પામ્યા ( દુષ્કાળ અને હિમયુગ )
- 1721: મિશનરી હંસ એગેડે ફરી ગ્રીનલેન્ડ શોધ્યું અને અહીં ડેન્માર્ક-નૉર્વેની કોલોની સ્થપાઈ
- 19401-45 ( બીજું વિશ્વયુદ્ધ ): જર્મનીએ ડેન્માર્ક પર કબજો કર્યો અને અમેરિકાએ ગ્રીનલેન્ડની રક્ષા કરી
- 1953 : ડેન્માર્કે ગ્રીનલેન્ડને કોલોનીને બદલે એક પ્રોવિન્સ એટલે કે પ્રાંતનો દરજ્જો આપ્યો
- 1979 : ગ્રીનલેન્ડને પોતાની જુદી સંસદ અને આંતરિક સરકારની સ્વતંત્રતા મળી
- 1985 : ગ્રીનલેન્ડ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યું
- 2009: ગ્રીનલેન્ડને કુદરતી સંપત્તિ, ન્યાયતંત્ર વગેરેની વધુ સત્તા મળી
