Singapore vs India Work Culture | ભારતમાં નોકરી કરતા લોકો માટે રજા (Leave) લેવી એ કોઈ યુદ્ધ જીતવા જેવું કામ હોય છે. ઘણીવાર ઈમરજન્સી (Emergency) હોય તો પણ રજા મેળવવા માટે બોસની ખુશામદ કરવી પડે છે. આ બાબતે સિંગાપોરમાં (Singapore) રહેતા એક ભારતીય યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં તેણે ભારત અને સિંગાપોરના વર્ક કલ્ચર વચ્ચેનો તફાવત જણાવ્યો છે.
ભારતમાં રજા લેવા માટે ‘ભિખારી’ બનવું પડે છે
અમન નામના ઇન્સ્ટાગ્રામ (Instagram) યુઝરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતની કોર્પોરેટ લાઇફનું કડવું સત્ય જણાવ્યું છે. અમન કહે છે કે, “ભારતમાં રજા માંગવા માટે અમારે ભિખારી બનવું પડતું હતું. તબિયત ખરાબ હોવાનું બહાનું કે ફેમિલી ઈમરજન્સી જેવી ખોટી વાતો ઊભી કરવી પડતી હતી. માત્ર એક શુક્રવારની રજા જોઈતી હોય તો પણ મોટી ટ્રેજેડી (Tragedy) બતાવવી પડતી હતી.”
સિંગાપોરના વર્ક કલ્ચરના કર્યા વખાણ
સિંગાપોરના તેના અનુભવ વિશે વાત કરતા તેણે જણાવ્યું કે, “અહીં મારે રજા માંગવી પડતી નથી, હું બસ રજા વિશે જાણ કરું (Inform) છું.” “સાંજે 6 વાગ્યા પછી મારો ફોન મારો છે, બોસનો નથી. કોઈ કોલ નહીં, કોઈ ગિલ્ટ (Guilt) નહીં, બસ પોતાની જિંદગી.” અમન ઉમેરે છે કે જો તમે રાત્રે 8 વાગ્યા સુધી ઓફિસમાં બેસીને કામ કરો છો, તો તમે મહેનતુ નથી પણ તમારું શોષણ (Exploitation) થઈ રહ્યું છે.
માઈન્ડસેટમાં આવ્યો મોટો બદલાવ
અમને કેપ્શનમાં લખ્યું છે કે સિંગાપોર ગયા પછી તેના માઈન્ડસેટ (Mindset) માં મોટો ફેરફાર આવ્યો છે. તેણે કહ્યું કે ટોક્સિક કલ્ચર (Toxic Culture) માં લોકોને એવું લાગે છે કે તેમણે રજા લેવા માટે કારણો આપવા જ પડશે, પરંતુ સિંગાપોરમાં પોતાની રજાને સાબિત કરવાની જરૂર પડતી નથી.
આ વીડિયોએ ઇન્ટરનેટ પર એક નવી ચર્ચા છેડી દીધી છે, જ્યાં અનેક ભારતીય કર્મચારીઓ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે.
View this post on Instagram
