Nikita Godishala Maryland Murder Case | અમેરિકાના (America) મેરીલેન્ડ (Maryland) શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભારતીય મૂળની 27 વર્ષીય યુવતી નિકિતા ગોદિશાલા (Nikita Godishala) નો મૃતદેહ તેના જ એપાર્ટમેન્ટમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. નિકિતાના શરીર પર ચપ્પુના ઘા મળી આવ્યા હતા.
હત્યા બાદ આરોપી ભારત ભાગી આવ્યો
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. નિકિતાના પૂર્વ પ્રેમી (Ex-boyfriend) અર્જુન શર્માએ 2 જાન્યુઆરીએ તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે તેણે નિકિતાને છેલ્લે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જોઈ હતી. જોકે, ફરિયાદ નોંધાવ્યા બાદ અર્જુન તરત જ ભારત (India) પરત ફરી ગયો હતો. 3 જાન્યુઆરીએ જ્યારે પોલીસ નિકિતાના ઘરે પહોંચી ત્યારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
The Embassy is in contact with the family of Ms. Nikitha Godishala and is extending all possible consular assistance. The Embassy is also following up the matter with the local authorities. @MEAIndia
— India in USA (@IndianEmbassyUS) January 4, 2026
પોલીસ કાર્યવાહી અને તપાસ (Police Investigation)
મેરીલેન્ડ પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું છે કે અર્જુને 31 ડિસેમ્બરના રોજ સાંજે જ નિકિતાની હત્યા કરી દીધી હતી. પોલીસે અર્જુન શર્મા વિરુદ્ધ ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી મર્ડર (First and Second Degree Murder) નો કેસ દાખલ કર્યો છે. અમેરિકામાં સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy) પણ આ મામલે સક્રિય થયું છે અને નિકિતાના પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.
કોણ હતી નિકિતા ગોદિશાલા?
નિકિતા એક તેજસ્વી યુવતી હતી અને કરિયરમાં ખૂબ પ્રગતિ કરી રહી હતી. તે મેરીલેન્ડની ‘વેદા હેલ્થ’ (Vheda Health) કંપનીમાં ડેટા એન્ડ સ્ટ્રેટેજી એનાલિસ્ટ (Data and Strategy Analyst) તરીકે કાર્યરત હતી. તેની શાનદાર કામગીરી માટે તેને તાજેતરમાં જ ‘ઓલ ઇન એવોર્ડ’ (All In Award) થી સન્માનિત કરવામાં આવી હતી.
નિકિતાએ જવાહરલાલ નેહરુ ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 2021માં માસ્ટર્સ (Masters) કરવા માટે અમેરિકા પ્રયાણ કર્યું હતું.
નિકિતાએ સોશિયલ મીડિયા (LinkedIn) પર વર્ષ 2026 ને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, પરંતુ કમનસીબે વર્ષની શરૂઆતમાં જ તેની હત્યા કરવામાં આવી.
