Bomb Threat in Gujarat Courts | ગુજરાતમાં શૈક્ષણિક અને સરકારી સંસ્થાઓ બાદ હવે ન્યાયતંત્રને નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સહિત સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, તેમજ ભરૂચ, આણંદ અને રાજકોટની કોર્ટને બોમ્બ (Bomb Threat) થી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખસ દ્વારા મોકલવામાં આવેલા આ મેઈલમાં સમગ્ર બિલ્ડિંગને RDX થી ઉડાવી દેવાની ચીમકી આપવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ (Intensive Search Operation)
ધમકી મળતાની સાથે જ તમામ અદાલતોમાં પ્રવેશબંધી (Entry Restricted) કરી દેવામાં આવી છે. ન્યાયિક કામગીરી (Judicial Proceedings) તાત્કાલિક ધોરણે અટકાવી વકીલો, સ્ટાફ અને અસીલોને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા છે. BDDS (Bomb Detection and Disposal Squad) અને ડોગ સ્ક્વોડ (Dog Squad) દ્વારા કોર્ટના દરેક માળ, પાર્કિંગ અને કેન્ટીન વિસ્તારમાં ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે.
વિદેશી કનેક્શનની શંકા (Foreign Connection Suspected)
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના DCP અજિત રાજિયનના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ ધમકીભર્યા મેઈલ ભારતની બહારથી (Outside India) આવ્યા હોવાનું જણાય છે. આ મેઈલ દ્વારા લોકોમાં ડર અને અફરાતફરી (Panic) ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. હાલમાં સાયબર ક્રાઈમ (Cyber Crime) ની ટીમ આ મેઈલના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે.
સુરત કોર્ટમાં મોડી રાત્રે આવ્યો મેઈલ (Surat Court Threat)
મળતી વિગતો મુજબ, સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ આઈડી પર ગત રાત્રે 2:00 વાગ્યે અંગ્રેજીમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. સવારે જ્યારે કર્મચારીઓએ મેઈલ ચેક કર્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પ્રિન્સિપલ જજ (Principal Judge) ના આદેશ બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જ્યાં સુધી નવો આદેશ ન મળે ત્યાં સુધી કામકાજ બંધ રાખવા જણાવાયું છે.
સતત બીજા દિવસે ટાર્ગેટ (Targeted for Second Day)
ગઈકાલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટ (Rural Court) ને ધમકી મળ્યા બાદ આજે ફરી પાંચ મોટી કોર્ટને નિશાન બનાવવામાં આવી છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરી દેવામાં આવી છે અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ ચાલુ છે.
