T20 World Cup: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટના મેદાનમાં મોટો વિવાદ (Controversy) ઉભો થયો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલા બાદ ભારતમાં સર્જાયેલા રોષની સીધી અસર હવે રમતગમત પર પડી રહી છે. બાંગ્લાદેશના રમત-ગમત સલાહકાર આસિફ નજરૂલે જાહેરાત કરી છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ભારતમાં યોજાનાર ICC T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માં નહીં રમવાનો નિર્ણય લીધો છે.
આસિફ નજરૂલે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ની નીતિઓના જવાબમાં બાંગ્લાદેશી ટીમ વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય. તેમણે આ નિર્ણયને 4 થી જાન્યુઆરીના રોજ મળેલી બેઠક બાદ મંજૂરી આપી છે. હવે જોવાનું એ રહેશે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ મામલે શું વલણ અપનાવે છે.
મુસ્તાફિજુર રહેમાન વિવાદ શું છે? (Mustafizur Rahman Issue)
આ સમગ્ર વિવાદનું મૂળ IPL 2026 અને મુસ્તાફિજુર રહેમાન છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મુસ્તાફિજુરને 9.20 કરોડ માં ખરીદ્યો હતો. જોકે, ભારતમાં વિરોધ પ્રદર્શનો બાદ BCCI એ તેને IPL રમવા માટે પરવાનગી (Permission) આપવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણયના વળતા જવાબમાં બાંગ્લાદેશે પોતાની આખી ટીમને ભારત મોકલવાની ના પાડી દીધી છે.
આ મેચો પર તોળાઈ રહ્યું છે સંકટ (Matches Under Threat)
નિર્ધારિત શેડ્યૂલ મુજબ, બાંગ્લાદેશની મેચો ભારતના કોલકાતા અને મુંબઈમાં રમાવાની હતી: 7 ફેબ્રુઆરી: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ (ઈડન ગાર્ડન્સ, કોલકાતા) આ ઉપરાંત મુંબઈમાં પણ મહત્વની મેચોનું આયોજન છે. વર્તમાન રાજકીય સ્થિતિને જોતા આ ટુર્નામેન્ટના આયોજન પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે.
