જૂનાગઢ (Junagadh): ગિરનારની પવિત્ર તળેટીમાં આજે રવિવારે (4 જાન્યુઆરી) વહેલી સવારે શંખનાદ સાથે 40મી ગિરનાર આરોહણ-અવરોહણ રાજ્ય કક્ષાની સ્પર્ધા (State Level Girnar Climbing Competition) નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. કડકડતી ઠંડી (Chilly Cold) વચ્ચે પણ સ્પર્ધકોના જોમ અને જુસ્સામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
ચાર કેટેગરીમાં 1115 સ્પર્ધકો વચ્ચે જંગ
આ વર્ષે સ્પર્ધામાં જુનિયર અને સિનિયર (Junior & Senior) ભાઈઓ-બહેનોની કુલ ચાર કેટેગરી રાખવામાં આવી છે. જેમાં:
કુલ સ્પર્ધકો: 1115
ભાઈઓ: 791 (સિનિયર: 513, જુનિયર: 278)
બહેનો: 324 (સિનિયર: 124, જુનિયર: 200)
તળેટીમાં તમામ ખેલાડીઓને ચેસ્ટ નંબર (Chest Number) અને ટી-શર્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હવે સૌની મીટ એ વાત પર છે કે શું આ વખતે કોઈ નવો રેકોર્ડ (New Record) સર્જાશે કે જૂનો રેકોર્ડ અકબંધ રહેશે.
🔸જુનાગઢમાં 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ
🔸કડકડતી ઠંડી વચ્ચે સ્પર્ધકોએ ગિરનાર સર કરવા ઉત્સાહપૂર્વક દોડ લગાવી
🔸સ્પર્ધામાં 1,115 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે, જેમાં ભાઈઓ માટે 5,500 અને બહેનો માટે 2,200 પગથિયાં સાથે ચાર કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ રહી છે… pic.twitter.com/4h4MAopcNz
— DD News Gujarati (@DDNewsGujarati) January 4, 2026
વહીવટી તંત્ર અને રમતગમત વિભાગનું આયોજન
ગુજરાત સરકારના રમતગમત વિભાગ (Sports Department) અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર (Junagadh District Administration) ના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 6:45 વાગ્યે મહાનુભવો દ્વારા ફ્લેગ ઓફ (Flag off) આપીને સ્પર્ધા શરૂ કરાઈ હતી. જેમાં 14 થી 35 વર્ષની વયના યુવાનોએ ભાગ લીધો છે.
સ્પર્ધાના લક્ષ્યાંકો (Target):
ભાઈઓ: 5500 પગથિયાં (અંબાજી મંદિર સુધી) – સમય મર્યાદા: 120 મિનિટ.
બહેનો: 2200 પગથિયાં (માળી પરબ સુધી) – સમય મર્યાદા: 75 મિનિટ.
વિજેતાઓ માટે ઇનામોની લહાણી (Prize Money)
સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ માટે આકર્ષક રોકડ પુરસ્કાર (Cash Prizes) જાહેર કરવામાં આવ્યા છે:
પ્રથમ ક્રમ: ₹50,000
બીજો ક્રમ: ₹40,000
ત્રીજો ક્રમ: ₹30,000
ચોથો અને પાંચમો ક્રમ: ₹20,000
6 થી 10મો ક્રમ: ₹10,000
કુલ ₹2.10 લાખના રોકડ ઇનામો આપીને ખેલાડીઓની મહેનતને બિરદાવવામાં આવશે.
