Canada Immigration Crisis 2026: કેનેડા (Canada)માં રહેતા ભારતીય મૂળના લોકો અને વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારના કડક ઈમિગ્રેશન નિયમોને (Immigration Rules) કારણે વર્ષ 2026ના મધ્ય સુધીમાં અંદાજે 10 લાખ ભારતીયો તેમનું લીગલ સ્ટેટસ (Legal Status) ગુમાવે તેવી ભીતિ સેવાઈ રહી છે. અમેરિકાની જેમ હવે કેનેડામાં પણ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ પર તલવાર લટકી રહી છે.
20 લાખ પરમિટ થશે એક્સપાયર (Visa Expiry)
કેનેડાના ઈમિગ્રેશન વિભાગ (IRCC) ના ડેટા મુજબ, 2025 અને 2026ના અંત સુધીમાં કુલ 20 લાખ લોકોની વર્ક પરમિટ (Work Permit) અને સ્ટડી પરમિટ (Study Permit) પૂર્ણ થઈ રહી છે. ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ્સના મતે, આ 20 લાખ લોકોમાંથી અડધા એટલે કે લગભગ 10 લાખ લોકો ભારતીય છે. જો આ લોકોને વિઝા એક્સટેન્શન (Visa Extension) નહીં મળે, તો તેમણે ભારત પરત ફરવું પડશે.
PR મેળવવું બન્યું મુશ્કેલ
કેનેડિયન સરકારે હાલમાં પરમેનેન્ટ રેસિડેન્સી (Permanent Residency – PR) મેળવવાના નિયમો ખૂબ જ કડક બનાવી દીધા છે. અગાઉ સરળતાથી મળતા વિઝા એક્સટેન્શન હવે મુશ્કેલ બન્યા છે. જેના કારણે હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ (International Students) અને કામચલાઉ કામદારોનું ભવિષ્ય અંધકારમય જણાઈ રહ્યું છે.
લીગલ સ્ટેટસ ગુમાવવાનો ડર
જો સમયસર નવા વિઝા અથવા PR ન મળે, તો વર્ક પરમિટ પૂરી થતાની સાથે જ વ્યક્તિનું સ્ટેટસ ગેરકાયદેસર (Illegal) ગણાય છે. આ સ્થિતિમાં તેમણે નોકરી અને અભ્યાસ છોડીને દેશ છોડવો પડી શકે છે. કેનેડામાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ભારતીયો પર ડિપોર્ટ (Deport) થવાનું કે સ્ટેટસ ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
