
તા.૨૫ ડિસેમ્બરે, નાતાલ ,રજાનો દિવસ હોવા છતાં, વિશાળ સંખ્યામાં નાના બાળકોથી લઈને વડીલ વર્ગના વૈષ્ણવ ભેગા થઈ, McKinney, Txમાં શ્રી ગોવર્ધન નાથજી મંદિરમાં અષ્ટાક્ષર મહામંત્રની અખંડ ધૂન સાથે વૈષ્ણવ મલન સમારોહ યોજાયો હતો. એકત્ર થયેલ વૈષ્ણવોએ પોતાનો પરિચય આપી એકબીજાને મળી, જાણી અને રજાના દિવસની શુભ શરૂઆત દર્શન , ભગવદ્ સ્મરણ થી કરી હતી. આ મેળાવડામાં નાના બાળકોએ પણ ભાગ લીધો હતો. તેમને આપણા ધર્મની માહિતી આપવામાં આવી હતી.
આગામી મકર સંક્રાંતિ, ૧૪ જાન્યુઆરીએ સત્સંગ માં હાજર રહેનાર દરેક બાળકને ઠાકોરજીની પતંગ આપવામાં આવશે અને તા.૧૭, જાન્યુઆરી, મંદિરના પાર્ક માં પતંગોત્સવ નું આયોજન પણ કરાઇ રહ્યુ છે. (અહેવાલ સુભાષ શાહ દ્વારા).

