2025ની ટોપ 10 સૌથી વધુ કમાણી કરનારી Bollywood ફિલ્મો, બોક્સ ઓફિસ પર કોને મળી જીત?

Highest Grossing Bollywood Movies of 2025 | વર્ષ 2025 બોલિવૂડ માટે ઉતાર-ચઢાવ ભરેલું પરંતુ યાદગાર સાબિત થયું. વર્ષની શરૂઆત ભલે ધીમી રહી હોય, પરંતુ અંતે ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ગાઢ ઝંડા ગાડ્યા. એક્શનથી લઈને રોમાન્સ, કોમેડી, થ્રિલર અને હોરર સુધી દરેક જૉનરની ફિલ્મોએ દર્શકોનું મનોરંજન કર્યું. આ વર્ષે કેટલીક ફિલ્મોએ રેકોર્ડ તોડ કમાણી કરી, જ્યારે કેટલીક મોટી ફિલ્મો અપેક્ષા મુજબ ચાલતી ન રહી.
સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં પ્રથમ સ્થાન પર રહી વિકી કૌશલ અને રશ્મિકા મંદાના અભિનીત ‘છાવા’, જેણે દેશ-વિદેશમાં 800 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો. બીજા ક્રમે રહી રોમેન્ટિક ફિલ્મ ‘સૈયારા’, જેને ખાસ કરીને Gen Z દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો. ત્રીજા નંબરે ‘વોર 2’ રહી, ભલે ફિલ્મને મિક્સ રિસ્પોન્સ મળ્યો હોય પરંતુ કમાણી સારી રહી.
આ ઉપરાંત ‘હાઉસફુલ 5’, ‘સિતારે જમીન પર’, ‘રેડ 2’, ‘થમ્મા’, ‘સિકંદર’, ‘જોલી LLB 3’ અને ‘સ્કાય ફોર્સ’ જેવી ફિલ્મોએ પણ ટોપ 10માં પોતાનું સ્થાન બનાવ્યું. ખાસ વાત એ છે કે આ તમામ ફિલ્મો હવે Netflix, Prime Video અને YouTube જેવા OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
કુલ મળીને જોવામાં આવે તો 2025માં બોલિવૂડની આ 10 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરી અને દર્શકોના દિલમાં પણ ખાસ જગ્યા બનાવી. જો તમે હજી સુધી આ ફિલ્મો નથી જોઈ, તો હવે OTT પર જોઈને પૂરો મજા લઈ શકો છો.
બોક્સ ઓફિસ કલેક્શન અને OTT વિગતો (2025)
| ક્રમ | ફિલ્મ | બોક્સ ઓફિસ કલેક્શન | વર્લ્ડવાઈડ કલેક્શન | IMDb રેટિંગ | OTT પ્લેટફોર્મ |
| 1 | છાવા | 604 કરોડ રૂપિયા | 808.7 કરોડ રૂપિયા | 7.3/10 | Netflix |
| 2 | સૈયારા | 334.2 કરોડ રૂપિયા | 575.8 કરોડ રૂપિયા | 6.3/10 | Netflix |
| 3 | વોર 2 | 240.5 કરોડ રૂપિયા | 360.7 કરોડ રૂપિયા | 5.3/10 | Netflix |
| 4 | હાઉસફુલ 5 | 190.3 કરોડ રૂપિયા | 292.5 કરોડ રૂપિયા | 3.3/10 | Prime Video |
| 5 | સિતારે જમીન પર | 166.8 કરોડ રૂપિયા | 268.1 કરોડ રૂપિયા | 6.9/10 | YouTube |
| 6 | રેડ 2 | 173.5 કરોડ રૂપિયા | 235.8 કરોડ રૂપિયા | 6.6/10 | Netflix |
| 7 | થામા | 136.4 કરોડ રૂપિયા | 191.3 કરોડ રૂપિયા | 6.4/10 | Prime Video |
| 8 | સિકંદર | 108.7 કરોડ રૂપિયા | 182.7 કરોડ રૂપિયા | 3.6/10 | Netflix |
| 9 | જોલી LLB 3 | 116.7 કરોડ રૂપિયા | 170.3 કરોડ રૂપિયા | 6.6/10 | Netflix |
| 10 | સ્કાય ફોર્સ | 122.3 કરોડ રૂપિયા | 155.4 કરોડ રૂપિયા | 6.8/10 | Prime Video |
