
અનુપમ મિશન ટેકસાસ ડલાસ મંડળની આ માસિક સભા ક્રિસમસના ઉત્સવ ને અનુલક્ષી ને રાખવામાં આવેલ હતી. અનુપમ મિશન મોગરી ભારત ના વડા ગુરુવર્ય પૂજ્ય શ્રી જશભાઈ સાહેબજી (સાહેબ દાદા) સંતશ્રી પૂજ્ય આશ્વિનદાદા, અક્ષર નિવાસી સંત શ્રી પૂજ્ય શાંતિદાદા, સંત શ્રી પૂજ્ય મનોજદાસજી તથા તમામ સંત ગણ જેમની પ્રેરણા,બળ અને આશીર્વાદ થકી સર્વે ભક્તો ના જીવનમાં ભક્તિ,સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ય છે તેઓની દિવ્ય સ્મૃતિ સાથે હરિભક્તોએ સભામાં ઉત્સવની ઉજવણી આનંદમય અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં કરી હતી.

ભજન, કીર્તન ,ધૂન અને મહિમા ગાનથી સૌ ભક્તોના હૃદય દીપી ઉઠ્યા હતા. ડલાસ મંડળના હરિભક્તો અનુપમ મિશન સંસ્થાના થકી બનેલા અનુપમ પરિવારમાં થતા આવા ઉત્સવો સભાઓ માં એકત્ર થઈ વિદેશમાં બની ગયેલા આ અનુપમ પરિવાર માટે સાહેબદાદાનો કૃતજ્ઞતા પૂર્વક આભાર માન્યો હતો. અનુપમ મિશન ડલાસ મંડળના સભ્યો ડલાસ વિસ્તારમાં રહેતાં અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિમય સભામાં જોડાવવા સૌને આમંત્રણ આપે છે (સંપર્ક તંત્રીશ્રી ગુજરાત દર્પણ)
