Breaking News

Sardar Patel an inspiration entire world UN Ambassador Ahmedabad 75 floats on the riverfront will showcase a glimpse of Pramukh Swamis life sardar-at-150-unity-march-reached-bhandra-in-narmada sports festival closing ceremony Home Minister Amitb Shah attend
sports festival closing ceremony Home Minister Amitb Shah attend

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Amitbhai Shah)ની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાઈ ગયો હતો.

અમિતભાઈ શાહે ઉપસ્થિત સૌ ખેલાડીઓને હૃદય પૂર્વક આવકારતા કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાજપાના સાંસદોની મિટિંગમાં એક વિચાર મૂક્યો હતો કે દર વર્ષે પ્રત્યેક સાંસદ એક ખેલ મહોત્સવનું આયોજન કરવું જોઈએ, ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આ ત્રીજો સાંસદ ખેલ મહોત્સવ છે. નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આ વિચાર રાખ્યો ત્યારે કોઈને ખબર પણ ન હતી કે આ વિચારમાં કેટલી મોટી તાકાત અને સંકલ્પ સમાયેલા છે. આજે આ દેશના તમામ સંસદીય ક્ષેત્રોમાં એવરેજ 1.25 લાખથી વધુ બાળકો યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સુધી આ વિચાર પહોંચવાથી તેઓના સ્વાસ્થ્ય સુદઢ બનવાની સાથે અનેક ખેલ પ્રતિભાઓને ઉત્તમ પ્લેટફોર્મ મળ્યું છે.

આ મહોત્સવની સાથે જ ટેલેન્ટ સર્ચની શરૂઆત થઈ. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ખેલે ગુજરાતના સંકલ્પ સાથે આ અભિયાન શરૂ કર્યું અને તેઓ વડાપ્રધાન બન્યા બાદ દેશના દરેક યુવાનને રમતગમત માટે જિજ્ઞાસા, સુવિધા, તાલીમ અને સ્પર્ધામાં ભાગ લેવાની પ્રેરણા પડે તે પ્રકારના વાતાવરણનું સર્જન કર્યું. જીવનમાં રમત ગમતનું ખૂબ મોટું મહત્વ રહેલું છે હાર્યા પછી નિરાશ ન થવુંનો અભિગમ રમતગમતથી જ કેળવાય છે. બીજા દિવસે જીતવાના જરૂર સાથે મેદાનમાં ઉતરવાની કળા પણ રમતગમત જ શીખવે છે. જીત્યા પછી અહંકારી થયા વગર સ્પોર્ટ્સમેન સ્પિરિટથી શુભકામનાઓ આપવી જેવી જીવનમાં ખૂબ જ ઉપયોગી શિક્ષા રમતગમત દ્વારા જ મળે છે.

અમિતભાઇ શાહે કહ્યું કે આ ખેલ મહોત્સવમાં એથ્લેટિક્સ, વોલીબોલ, કબડી ખોખો, સ્વિમિંગ, બેડમિન્ટન, ચેસ અને યોગાસન 9 મુખ્ય રમતોને અંડર અંડર 9 , અંડર 11 , અંડર 14, અંડર 17, એબવ 40, એબવ 60 અને ઓપન કેટેગરી મુજબ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સંસદ ખેલ મહોત્સવ જુદા જુદા ત્રણ તબક્કા ગ્રામીણ કક્ષા – 24 થી 30 સપ્ટેમ્બર, વિધાનસભા કક્ષા – 6 થી 14 નવેમ્બર, લોકસભા કક્ષા – 21 નવેમ્બર થી 2 ડિસેમ્બર એમ જુદા જુદા ત્રણ તબક્કામાં યોજવામાં આવ્યો હતો. ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ કુલ સાત વિધાનસભાઓમાં આ ખેલ મહોત્સવમાં કુલ 1,57,000 થી વધુ ખેલાડીઓના રજીસ્ટ્રેશન થયા હતા. આ પ્રસંગે અમિતભાઇ શાહે સાણંદ વિધાનસભામાં સૌથી વધુ 59000 કરતાં વધુ ખેલાડીઓ એ ભાગ લેવા બદલ સાણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભાજપના તમામ હોદેદારો, કાર્યકર્તાઓ અને ખેલાડીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

Amitbhai Shah એ કહ્યું દિકરીઓની સંખ્યા ખેલ મહોત્સવમાં વધવી જોઇએ અમિતભાઇ શાહે ઉપસ્થિત દીકરીઓને સૌને ચેલેન્જ આપતા કહ્યું હતું કે આવતા મહોત્સવમાં ભાગ લેનારા દિકરા કરતા દીકરીઓની સંખ્યા વધવી જોઈએ અને સાથે સાથે વધુમાં વધુ વિજેતા ખેલાડીઓ પણ દીકરીઓ જ થવી જોઈએ. આ મહોત્સવમાં ભાગ લેનાર ખેલાડીઓ માંથી 8500 થી વધુ ખેલાડીઓ વિજેતા બન્યા હતા તેઓએ હારનાર તમામ ખેલાડીઓને ફરીવાર વિજયનો સંકલ્પ લઈને મેદાનમાં ઉતરે તેવી મહત્વકાંક્ષા અને પ્રેરણા સાથે આગળ વધવા શુભકામનાઓ પણ પાઠવી હતી. તેઓએ કહ્યું કે ડીસિપ્લિન, ટીમ સ્પિરિટ, પેશન, સ્પોટ્સમેન સ્પિરિટ જેવા ગુણોનો વિકાસ ખેલ દ્વારા જ શક્ય બને છે.

અમિતભાઇ શાહે વધુમાં જણાવ્યું હતું કે આ મહોત્સવથી પ્રતિભાઓનો પરિચય થયો, ફીટ ઇન્ડિયા મૂવમેન્ટમાં જાગૃતતા આવી તેમજ નશામુક્ત ભારતના અભિયાન પણ આગળ વધ્યું છે. આ મહોત્સવના માધ્યમથી પ્રત્યેક વર્ગને સમાન અવસર આપવાનું પણ શક્ય બન્યું છે. તેઓએ કહ્યું કે રૂપિયા 800 કરોડના ખર્ચે આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ની સુવિધા ઉભી કરવામાં આવી છે જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કોચિંગ અને ટ્રેનિંગ ની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેઓએ કોમનવેલ્થ જ નહીં પણ 2036 માં ઓલમ્પિકનું સ્વાગત કરવા પણ અમદાવાદે તૈયાર રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે પોલીસ ગેમ, કોમનવેલ્થ જેવી 13 જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની યજમાની અમદાવાદએ કરવાની છે.

અમિતભાઇ શાહે ગુજરાતના ખેલાડીઓને આહવાન કરતાં કહ્યું હતું કે ભારતમાં સૌથી વધુ મેડલ જીતનારું રાજ્ય ગુજરાત બને તેવી તૈયારીઓ તમામ ખેલાડીઓ અને કોચીસ તેમજ રમતગમત સાથે સંકળાયેલા વ્યક્તિઓએ કરવી જોઈએ. ખેલ મહાકુંભ, ટેલેન્ટ સર્ચ અને મોડેલ ટ્રેનીંગના માધ્યમથી સમગ્ર દેશમાં સૌથી મોટી સ્પોર્ટ્સ મૂવમેન્ટ ગુજરાતમાં થઈ છે. આ પ્રણાલીમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એંકલેવ, તેમજ નડિયાદમાં પેરા હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર કે જેમાં 200થી વધુ ખેલાડીઓ પ્રશિક્ષણ લઈ રહ્યા છે. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેલને આગળ વધારવા સમગ્ર દેશમાં અનેક યોજનાઓ અમલમાં આવી છે.

અમિતભાઇ શાહે ઉમેર્યું હતું કે 2014માં ખેલ મંત્રાલયનું બજેટ 800 કરોડ હતું જે 2025 માં વધીને 4000 કરોડ જેટલું થયું છે. 2014માં કોમનવેલ્થ માં 15 મેડલ, 2018 માં 26 અને 2022 માં 21 મેડલ દેશના ખેલાડીઓએ જીત્યા છે. આ ઉપરાંત એશિયન ગેમ્સમાં 57 સામે 107 અને પેરાલિમ્પિક માં 33 ની સામે 111 મેડલ ખેલાડીઓએ મેળવ્યા છે. શ્રી સાહેબ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે ભારતમાં ઓલમ્પિક રમાશે ત્યારે મેડલ તાલુકામાં આપણે એક થી પાંચમાં હોઈશું.

યુવાનોને વ્યસન ન કરવાની આપી સલાહ અમિતભાઇ શાહે ઉપસ્થિત સૌ ખેલાડીઓને સમગ્ર જીવન દરમિયાન કોઈપણ પ્રકારનું વ્યસન નહીં કરવા અને ગ્રીન ગાંધીનગર મુવમેન્ટને ગતિ આપવા આગામી મે મહિનામાં રેકોર્ડ બ્રેક વૃક્ષારોપણ કરવા પ્રતિજ્ઞા લેવા અનુરોધ કર્યો હતો. તેઓએ કહ્યું કે આ ઈન્ડોર સ્ટેડિયમ વીર સાવરકરજીના નામે છે આઝાદીની લડાઈમાં ભાગ લેનાર સૌ ઉત્કૃષ્ટ દેશભક્તો પૈકી દેશભક્ત વીર સાવરકર હતા તેમના જીવનમાંથી પ્રત્યેક યુવાને દેશપ્રેમ અને સંસ્કારોની પ્રેરણા લેવા તેઓએ આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશભાઇ પટેલ અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, ગાંધીનગર જીલ્લા ભાજપ શ્રી અનિલભાઈ પટેલ, ગાંધીનગર મહાનગર ભાજપા અધ્યક્ષ આશિષભાઈ દવે, અમદાવાદ જિલ્લા ભાજપા અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ધારાસભ્યઓ, કોચીઝ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: