Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

100 મહાશિવરાત્રીનું ફળ આપતું દુર્લભ આદ્રા નક્ષત્ર: 6 ડિસેમ્બરે શિવલિંગ દર્શન અને દીપ પ્રાગટ્યનો અદ્ભુત યોગ

Chief Editor December 4, 2025
December 6 Adra Nakshatra that gives 100 Mahashivaratri fal

December 6 Adra Nakshatra that gives 100 Mahashivaratri fal
અમદાવાદ:
આગામી માગશર મહિનાની વદ બીજ, શનિવાર, તારીખ ૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ એક અત્યંત મહત્ત્વપૂર્ણ ધાર્મિક યોગ બની રહ્યો છે. આ દિવસે માગશર માસનું મહાન આદ્રા નક્ષત્ર છે, જે પૌરાણિક દૃષ્ટિએ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

શિવલિંગ પ્રાગટ્યનો દિવસ: ધાર્મિક શાસ્ત્રો અનુસાર, આદ્રા નક્ષત્રનો આ દિવસ ભગવાન શિવના લિંગ સ્વરૂપના પ્રાગટ્ય સાથે સંકળાયેલો છે. આ દિવસે જ ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને સૌપ્રથમ લિંગ પૂજા પણ બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી. આ દિવસથી જ શિવલિંગ સ્વરૂપની પૂજાની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.

પૂજાનું અવિશ્વસનીય મહત્ત્વ: જ્યોતિષી યોગેશ દાદા દેવળાના જણાવ્યા અનુસાર, ૬/૧૨/૨૦૨૫ના રોજ આવતા આ વિશેષ યોગમાં શિવલિંગની પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિને ૧૦૦ મહાશિવરાત્રીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી આ દિવસે શિવ મંદિરે જઈને શિવ દર્શન અને પૂજન કરવું અનિવાર્ય ગણાય છે.

આ રીતે કરો પૂજા: ભક્તોને વિનંતી છે કે આ દિવસે શક્ય હોય તો સંપૂર્ણ શિવ પૂજા, અર્ચના અને આરતી કરવી. મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં પોતાની શ્રદ્ધા અનુસાર ૧૧, ૨૧, ૫૧, અથવા ૧૦૮ દીપ (દીવા) અવશ્ય પ્રગટાવવા. આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ અનેરું મહત્ત્વ છે.

ભક્તોને આ મહાન આદ્રા નક્ષત્રના દિવસનું મહત્ત્વ અન્ય લોકોને પણ જણાવીને ભોળિયાનાથ મહાદેવની કૃપા મેળવવા માટે અપીલ કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Adra Nakshatra (આદ્રા નક્ષત્ર) Maha Shivratri (શિવરાત્રિ)

Post navigation

Previous: Rajkot: GIDC દ્વારા રાજકોટના છાપરામાં ભવ્ય એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ
Next: Dhurandhar Ez-Ez Song: દિલજીત દોસાંઝ, હનુમાનકાઇન્ડ અને શશવત સચદેવનું “EZ-EZ” સોંગ રિલીઝ થયું
Follow

Recent Posts

  • અફઘાનિસ્તાને બદલો લીધો, પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના ISIS અડ્ડાઓ પર તડાતડ ડ્રોન એટેક
  • 2026માં 1.65 લાખ કરોડપતિ પોતાનો દેશ છોડશે, જાણો ક્યાં વસશે?
  • અમીર પરિવારના લોકો માટે સરળ છે MBBS… ડોક્ટરના દાવા પર શરૂ થઈ મોટી ચર્ચા
  • Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ બનાવી શકે છે કંગાળ, આજે જ હટાવો, વરસશે પૈસા!
  • ભારતની ડિજિટલ આઝાદી જોખમમાં? કોઈ અન્ય દેશ પાસે છે આપણી ‘ઓફ સ્વિચ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.