Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ રાણીપ ખાતે યોજાનાર જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગીતા પૂજન

Chief Editor December 2, 2025
sacharachar (7)

ગીતા જયંતીના અવસરે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય અને શહેર દ્વારા જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’ કાર્યક્રમનું આયોજન
**
અમદાવાદ જિલ્લાના ત્રણ સમીક્ષા કેન્દ્રો પર ગીતાંશકંઠ પાઠ તેમજ શત સુભાષિતકંઠપાઠ યોજાશે
**
સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ રાણીપ ખાતે યોજાનાર જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગીતા પૂજન, ભગવતગીતાના અધ્યાયનો સમૂહ પાઠ, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન
**
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય તથા શહેરના સંયુક્ત ઉપક્રમે ૧ ડિસેમ્બરના રોજ ગીતા જયંતીના અવસરે જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Group

‘ગીતા મહોત્સવ’ અંતર્ગત સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ રાણીપ ખાતે જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગીતા પૂજન, ભગવતગીતાના અધ્યાયનો સમૂહ પાઠ, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શની યોજવામાં આવશે. આ ઉપરાંત, અમદાવાદ જિલ્લાના ત્રણ સમીક્ષા કેન્દ્રો પર ગીતાંશકંઠ પાઠ તેમજ શત સુભાષિતકંઠપાઠ યોજાશે.

‘ગીતા મહોત્સવ’ કાર્યક્રમમાં 200જેટલા સહભાગીઓ ઉત્સાહભેર ભાગ લેશે. કાર્યક્રમમાં સહભાગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કાર્યક્રમના સફળ આયોજન અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Gita Jayanti (ગીતા જયંતી)

Post navigation

Previous: Pm Modi જ્યારે બોલે છે ત્યારે દુનિયાના દિગ્ગજો સાંભળે છે, આ છે ભારતની વધતી તાકાત: મોહન ભાગવત
Next: Meesho IPO: કાલથી ખુલી રહ્યો છે મીશોનો IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી જ ધમાલ, જાણો તમારે લેવો જોઈએ કે નહીં
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.