Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં 100 ટકા કામગીરી પૂર્ણ

H S July 23, 2023
23 amrut

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આહ્વાન કર્યું હતું
*
દરેક અમૃત સરોવરમાં ઓછામાં ઓછું 10 હજાર ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહ કરવાની ક્ષમતા
*
અમૃત સરોવરની માટીનો ઉપયોગ ગુજરાતમાં વિવિધ હાઇવે અને રેલવે પ્રોજેક્ટમાં કરવામાં આવી રહ્યો છે

ગાંધીનગર, 21 જુલાઇ, 2023: પાણીના સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્નના ભાગરૂપે, એપ્રિલ 2022ના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે તેમણે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લેવા માટે અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તે દિશામાં નોંધપાત્ર કામગીરી કરીને, રાજ્ય સરકારે 100 ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરી છે. અત્યાર સુધી 2475 ના લક્ષ્યાંક સામે, રાજ્યમાં 2652 અમૃત સરોવરોની ઓળખ કરવામાં આવી છે, અને 2612 અમૃત સરોવરોનું નિર્માણ પૂર્ણ કરી દેવાયું છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

ભારતના અમૃતકાળના આ સુવર્ણ સમયમાં, વડાપ્રધાનની અપીલનો હેતુ તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવર બનાવવાનો છે. આ દરેક અમૃત સરોવરમાં 1 એકર (0.4 હેક્ટર)નો તળાવ વિસ્તાર હશે. તેમાં લગભગ 10 હજાર ક્યુબિક મીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા હશે. તેમાં જળસંચયની સાથે જનભાગીદારી પણ હોય, તે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો હેતુ સમાજમાં સાથે મળી કામ કરવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. તેના માટે આગામી મહિનાઓમાં અમૃત સરોવર ખાતે જાહેર કાર્યક્રમોની ઉજવણી પણ કરવામાં આવશે. તાજેતરમાં યોગ દિવસ 2023ના પ્રસંગે 1597 સરોવરો પર 65 હજારથી વધુ લોકોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. 1 જુલાઇના રોજ ઘણા અમૃત સરોવર પર હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૃત સરોવરના ફાયદાઓ જણાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો છે.

સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના ગામોને પ્રાથમિકતા
સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના ગામોમાં સ્થિત સરોવરોની જગ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. સ્વાતંત્ર્ય સેનાની અથવા તેમના પરિવારના સભ્યો દ્વારા 15મી ઓગસ્ટના રોજ 665 અમૃત સરોવર કાર્યસ્થળ પર લીમડો, પીપળો, વડ વગેરે જેવાં વૃક્ષોનું સ્મારક સ્વરૂપે વાવેતર કરવામાં આવ્યું છે.

અમૃત સરોવરની માટીનો હાઇવે અને ખેતીમાં ઉપયોગ
રેલ્વે, NHAI અને MoRTH દ્વારા સુરેન્દ્રનગર-રાજકોટ ડબલિંગ પ્રોજેક્ટ અને અમદાવાદ-મહેસાણા ટ્રેક ડેવલપમેન્ટ, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે, NH-27, દિલ્હી વડોદરા એક્સપ્રેસ હાઈવે (NH-148N), NH-8E વગેરે જેવા તેમના પ્રોજેક્ટ્સમાં અમૃત સરોવરની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્થાનિક ખેડૂતો પણ તેમની જમીનને ફળદ્રુપ બનાવવા માટે આ માટીનો ઉપયોગ કરે છે.
x-x-x

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: જુનાગઢમાં અતિવૃષ્ટિ વચ્ચે તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી યુધ્ધના ધોરણે આરંભાઇ,૨૫૦થી વધુ લોકોનું સ્થળાંતર
Next: સાણંદમાં ઊજવાશે જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ..15 ઑગસ્ટ, 2023
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર કાર નદીમાં ખાબકી, 3 ગુજરાતી સહિત 4નાં મોત, 2 લાપતા
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
  • ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC)ની સ્થાપનાને મંજૂરી
  • પશ્ચિમ રેલ્વેનો ૭૬મો સ્થાપના દિવસ
  • દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત યાત્રા માટે કરી વ્યાપક વ્યવસ્થા
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.