Breaking News

એટલાન્ટા…UNESCO..કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા-એટલાન્ટા અને ગોકુલધામના ઉપક્રમે સ્પે.ગરબા યોજાયા

ગુજરાતની ઓળખ સમા ‘ગરબા’ની UNESCO દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેથી વિશ્વભરમાં વસવાટ કરતા ગુજરાતીઓ માટે આવેલી આ ગૌરવની ક્ષણની ઉજવણીના ભાગરૂપે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા-એટલાન્ટા અને ગોકુલધામના સંયુક્ત ઉપક્રમે તા.7 ડિસેમ્બરે સ્પે.ગરબા યોજાયા હતા. આ પ્રસંગે ગરબા પ્રેમી ગુજરાતીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગરબે ઘૂમી સ્પે.ગરબાના આયોજનને સફળ બનાવ્યું હતું. ર્માં જગતજનની જગદંબાના આરાધના પર્વ નવરાત્રિના નવ દિવસોમાં ગરબાની પરંપરા દ્વારા માતાજીની ભક્તિ-આરાધના કરવામાં આવે છે. આદ્યશક્તિની ભક્તિના પ્રતિક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સમયમાં પણ જીવંત અને યથાવત્ રહી છે. આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વમાં વસતા ગુજરાતીઓ દ્વારા દર વર્ષે નવરાત્રિ પર્વે ગરબાના આયોજન સાથે ગુજરાતની આ પરંપરાને વધુને વધુ ગાઢ બનાવવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની ગરબાની વિરાસતને આ મહત્ત્વ મળ્યું છે. એટલું જ નહીં ગુજરાતના ગરબાને વિશ્વ સમક્ષ લઇ જવાના વડાપ્રધાન દ્વારા થતા પ્રયાસોથી ભારતીય અને ગુજરાતી સમુદાય ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. UNESCO દ્વારા ગુજરાતની ઓળખ સમા ગરબાની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી કરાતાં તેની ઉજવણીનું આયોજન એટલાન્ટાની ગોકુલધામ હવેલી ખાતે કરાયું હતું. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા-એટલાન્ટા અને ગોકુલધામ હવેલી-એટલાન્ટાના સંયુક્ત ઉપક્રમે સ્પેશ્યિલ ગરબા યોજાયા હતા. આ પ્રસંગે કોન્સલ જનરલએલ.રમેશ બાબુ, ડેપ્યુટી કોન્સલ જનરલ મદનકુમાર ગિલ્ડીયાલ, ગોકુલધામના ચેરમેન અશોક પટેલ,એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ફેડરેશન ઓફ ઇન્ડિયન એસો.ના પ્રમુખ ડૉ.વાસુદેવ પટેલ અને કોન્સલ ઓફિસર રાજીબ ભટ્ટાચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. સ્પે.ગરબાની શરૂઆત થતાં એટલાન્ટામાં વસવાટ કરતા ગરબા પ્રેમી ખેલૈયાઓ સતત બે કલાક સુધી ગરબે ઘૂમી ગરબાનો આનંદ લૂંટ્યો હતો. ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળતાં તેની ખુશીની અભિવ્યક્તિ ગરબા ખેલૈયાઓ અવનવી સ્ટાઇલના ગરબા રમીને કરી હતી. ગરબામાં અબાલવૃદ્ધ સૌ કોઇ ખેલૈયાઓ જોડાયા હતા. સ્પે.ગરબામાં ભાગ લેવા આવેલા સૌ કોઇ ખેલૈયાઓ માટે ગોકુલધામ તરફથી રાત્રિ ભોજનની વ્યવસ્થા કરાઇ હતી.

ઇન્ડો કેનેડીયન ચેમ્બર ઓફ કોમર્સના બિઝનેસ ડેલિગેટ સાથે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

ઇન્ડો કેનેડીયન ચેમ્બર ઓફ કોમર્સના બિઝનેસ ડેલિગેટ સાથે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે મુલાકાતKnow More

શ્રીલંકાના ઉચ્ચાયુક્ત શ્રીમતી ક્ષેણુકા સેનેવિરત્ને એ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાત લીધી

શ્રીલંકાના કૃષિ નિષ્ણાતોના પ્રતિનિધિ મંડળને ભારતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની વિસ્તૃત તાલીમ લેવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનોKnow More

આઈ શ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ- મઢડા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોનલધામ મહોત્સવમાં  વર્ચ્યુઅલી વિડિયો સંદેશ માધ્યમથી શુભકામના પાઠવી સંત પરંપરામાં આઈ શ્રીKnow More

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીક ના ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાન માં સહભાગી થયા

રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા મકર સંક્રાંતિ થી એક સપ્તાહ નાKnow More

વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીનું સન્માન કરાયું

તારીખ : 8-1-2024ના રોજ રાજસ્થાનના અજમેર મુકામે અંધજન મંડળ, વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીની વિકસિત ભારતનાKnow More

દેશના યુવાનો માટે હંમેશા પ્રેરણાદાયી એવા’સ્વામી વિવેકાનંદજી’ની ૧૬૦મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા ખાતેપુષ્પાંજલિ અર્પણ કરતાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ,ધારાસભ્ય સર્વે શ્રી રીટાબેન પટેલ,ડૉ‌ પ્રદ્યુમ્ન વાઝા, ડૉ. મહેન્દ્ર પાડલિયા સહિત કર્મયોગીઓ-Know More

ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે

વાઈબ્રન્ટ સમિટ-2024 અન્વયે NDB અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ લોન એગ્રીમેન્ટKnow More