Breaking News

Emergency review meeting held at State Emergency Operation Center following rain forecast in Gujarat How Dare You? Ajit Pawar's Heated Exchange With Woman IPS Officer Over Excavation cm-bhupendra-patel-interacted-with-students-on-teachers-day-celebrations Dialogue meeting with diplomats and heads of missions in Delhi concluded in the presence of Bhupendra Patel National Book Read Day 2025

EVM-VVPAT, મતદાન મથકો, પોસ્ટલ બેલેટ, પોલીંગ સ્ટાફ, ખર્ચ નિરિક્ષણ અને આદર્શ આચારસંહિતા સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી

ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સનો રાજ્યકક્ષાનો તાલીમ કાર્યક્રમ યોજાયો 21-1 આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓનાKnow More

સિધ્ધપુર ખાતે સમસ્ત હિન્દુ સમાજ, સિધ્ધપુર દ્વારા પૂજ્યશ્રી કુ. દિપાલી દીદીના સાનિધ્યમાં આયોજીત શ્રી રામ કથા

અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના ભવ્ય અને દિવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને આજ રોજ અમરનાથKnow More

ગુજરાત યુનિવર્સિટીના ૭૨ મા દીક્ષાંત સમારોહમાં ૫૧,૬૨૨ વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા

યુવાનોએ નિષ્ફળતાનો ભય રાખ્યા વિના સફળ થવા માટે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ એક ગુજરાતી દિલ્હી જાયKnow More

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સેવાકીય અને પુણ્યકાર્યોમાં જન્મદિવસ વિતાવ્યો

રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન : ૭૧૭ યુનિટ રક્ત એકત્ર કરાયું ગાંધીનગરના વૃંદાવન ગૌધામ, સેક્ટર-૩૦Know More

USA…વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા શ્રીગુંસાઈજી પ્રાગટ્ય મહોત્સવ

પૂજય પાદ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી (કડી-અમદાવાદ) મહોદયના આશીર્વાદ અને માર્ગદર્શનથી વૈષ્ણવ સંઘ ઓફ ડલાસ દ્વારા શ્રીગુસાંઈજીના પ્રાગટ્યનો એક આનંદસભર મહોત્સવ જાન્યુઆરી 14 તારીખે, રવિવારના રોજ ઉજવાયો.  આ વખતના ઉત્સવની ખાસ ખૂબી એ રહી કે પ્રથમ વાર જ વૈષ્ણવ સંઘનો ઉત્સવ ઓનલાઈન zoom કોલ પર થયો! ડલાસ એરિયાનું વેધર ઘણું જ ખરાબ થવાનો ફોરકાસ્ટ હોવાથી કારોબારી કમિટીએ સ્કૂલમાં રાખેલ પ્રોગ્રામ રદ કરી ઝૂમ કોલથી કરવાનું નક્કી કર્યું, જેથી વૈષ્ણવો કોઈ મુશ્કેલીમાં ન મુકાય! પ્રોગ્રામ ખુબ જ સરસ રહ્યો જે માટે ટેક્નિકલ ટીમને અભિનંદન! પારૂલબેન શાહે આખા પ્રોગ્રામનું સંચાલન કર્યું હતુ. તો નીશિતાબેને શ્રીજીબાવાને ખૂબ જ સુંદર શણગાર કર્યા હતા. પ્રાગટ્ય નિમિત્તે શ્રીગુસાંઈજી પણ ચિત્ર સ્વરૂપે બીરાજ્યા હતા. સાથે લાલન પણ પારણામાં ઝૂલતા હતા! એટલે હવેલીમાં જ દર્શન થઇ રહ્યા હોય એવો ભાવ થયો હતો! લગભગ 125 વૈષ્ણવોએ દર્શન અને ઉત્સવનો લાભ લીધો હતો. શરૂઆતમાં પાઠ અને સ્તોત્રનું પારાયણ કરવામાં આવ્યું, તેમાં બાળકોએ સ્પષ્ટ ઉચ્ચાર સાથે પાઠ કરી ભાગ લીધો હતો. ત્યાર બાદ જેજેશ્રીના વચનામૃત હતા, જેમાં જેજેશ્રીએ શ્રીગુસાંઈજીની એક આગવી ઓળખ આપી હતી. પુષ્ટિમાર્ગમાં શ્રીગુસાંઈજીએ રાગ-ભોગ-શ્રીંગાર થકી, અબે ખૂબ જ બધે ફરીને કેટલું મોટું યોગદાન કર્યું હતું તે આપની સ્પષ્ટ અને મધુર વાણીથી સમજાવ્યું હતું. થોડા વધુ કીર્તન બાદ, નીશિતાબેને શ્રીગુસાંઈજીના જીવન પર સુંદર માહિતી આપી હતી. તો નુપુરબેને જે વૈષ્ણવો મનોરથી થવા તૈયાર હતા તેમનો આભાર માન્યો હતો. શૈલેષભાઈએ ડલાસ નોર્થમાં જે પુષ્ટિમાર્ગીય સંકુલ તૈયાર થશે તેની માહિતી આપી હતી. પૂ જેજેશ્રીએ આ સંકુલનું સુન્દર નામ આપ્યું છે– શ્રી વલ્લભધામ વૈષ્ણવ સ્પીરીટ્યુલ સેન્ટર ઓફ ટેક્સાસ! શ્રીઠાકોરજીની હવેલી આનો જ એક ભાગ બની રહેશે. આ ફક્ત ડલાસનું જ નહીં પણ આખા ટેક્ષાસનું સેન્ટર બની રહેશે. શૈલેષભાઈએ જણાવ્યું હતું કે ઘણા વૈષ્ણવોએ આ અંગે પોતાનું યોગદાન આપવાની તૈયારી બતાવી છે. વધુમાં વધુ વૈષ્ણવો આગળ આવી જોડાય એવી અભિલાષા છે. છેલ્લે આશ્ર્યપદ ગાઈને ઉત્સવનું સમાપન થયું. ( Info: by Subhash Shah-Dallas)

રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કેમ્પસમાં 481 કરોડ રૂપિયાના વિકાસકામોના ખાતમુહૂર્ત અને 4 નવા પ્રકલ્પોનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

અટલ ઈન્ક્યુબેશન સેન્ટર-રક્ષાશક્તિ સ્કૂલ-નેશનલ આઈ.ઈ.ડી. ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ-અગ્નિવીર તાલીમ*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આર્થિક રીતે વિકસિત બનાવવાKnow More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હત અને લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રીશ્રીઃ- ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવેંતુ બનાવવાનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે ભારતનેKnow More

એટલાન્ટા…ગોકુલધામ માટે તન-મન-ધનથી સમર્પિત વોલેન્ટિયર્સના સન્માનમાં  કાર્યક્રમ યોજાયો

File Photo મારું, તમારું અને આપણું ગોકુલધામ વર્ષ-પ્રતિવર્ષ સફળતાના એક પછી સોપાનો સર કરી રહ્યું છે. આ ગોકુલધામ હવેલીની સૌથી મોટી તાકાત તેના વોલેન્ટિયર્સ છે. આ વોલેન્ટિયર્સ ભાઇઓ-બહેનોના સન્માનમાં ડાન્સ વિથ ડિનરના કાર્યક્રમનું આયોજન શનિવાર તા.9 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીજે ના તાલે વોલિન્ટિયર્સે ડાન્સ કરી મોજમસ્તી સાથે કાર્યક્રમનો ભરપૂર આનંદ લૂંટ્યો હતો. આ કાર્યક્રમમાં 200 થી વધુ વોલેન્ટિયર્સે પરિવારજનો સાથે ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ગોકુલધામના દરેક નાના-મોટા કાર્યક્રમમાં વોલેન્ટિયર્સ ભાઇઓ-બહેનો દિવસ-રાતની પરવા કર્યા વિના તન-મન-ધનથી તેમનું કિંમતી યોગદાન આપે છે. જેના થકી ગોકુલધામ હવેલીમાં યોજાતા અનેકવિધ કાર્યક્રમો અભૂતપૂર્વ રીતે સફળ રહે છે. ગોકુલધામમાં વર્ષ દરમિયાન યોજાતા અનેકવિધ કાર્યક્રમોમાં વિવિધ ક્ષેત્રોમાં સખત પરિશ્રમ દ્વારા સમર્પિત ભાવથી વોલેન્ટિઅર્સ ભાઇઓ અને બહેનો તેમનું યોગદાન આપે છે. આ ઉપરાંત અનેક દાતાઓ ગોકુલધામને દાનની સરવાણી વહેવડાવી આર્થિક સહયોગ પૂરો પાડે છે. આવા અનેક વોલેન્ટિઅર્સ અને દાતાઓના સન્માનમાં દર વર્ષે મ્યુઝિક તેમજ ડાન્સ સાથે ડિનરનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગંત વર્ષ 2023 નો વોલેન્ટિઅર્સ પ્રતિ સન્માનના ભાવથી ડાન્સ વિથ ડિનરનો કાર્યક્રમ શનિવાર તા.9 ડિસેમ્બરે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગોકુલધામના ચેરમેન અશોક પટેલે વોલેન્ટિઅર્સની સખત મહેનત થકી ગોકુલધામ સતત પ્રગતિ કરી રહ્યું હોવાનું જણાવી વોલેન્ટિઅર્સની દરેક પ્રકારની સેવાની પ્રશંસા કરી હતી. એક્ઝિક્યુટિવ ચેરમેન તેજસ પટવાએ જણાવ્યું હતું કે, ગોકુલધામ નાતજાતના ભેદભાવથી અલગ રહીને સૌને સાથે રાખીને કાર્ય કરે છે. ગોકુલધામમાં આવતી દરેક વ્યક્તિ વૈષ્ણવ છે. અહીં કોઇ જ્ઞાતિવાદ નથી, આ સૌનું ગોકુલધામ છે. ગોકુલધામના ટ્રેઝરર કિન્તુ શાહે વર્ષ દરમિયાનની ગોકુલધામની નાણાંકિય બાબતોની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે ડોનેશન અને પ્રસાદમ્ થકી થતી આવક અને ખર્ચનું આંકડાકિય વિશ્લેષણ સ્ક્રીન ઉપર રજૂ કર્યું હતું.આ કાર્યક્રમમાં આ વર્ષે ગૌલોકવાસી થયેલા ગોકુલધામના સ્વપ્નદ્રષ્ટા અને બોર્ડ ઓફ ટ્રસ્ટી સ્વ.સુબોધચંદ્ર શાહને અંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીબહેન શાહના હસ્તે સ્વ.સુબોધચંદ્ર શાહના ધર્મપત્ની ભાનુબહેન શાહનું સાડી અર્પણ કરી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગોકુલધામના બોર્ડ ઓફ ટ્રસ્ટી દેવેન્દ્ર પટેલ અને ડૉ.ઇન્દ્ર શાહ તેમજ ગર્વંનિંગ બોડીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ડીજેના તાલે વોલેન્ટિઅર્સે ડાન્સ તેમજ ગરબે ઘૂમી આનંદ લૂંટ્યો હતો. આ ઉપરાંત કિચન ટીમ દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ ભોજનનો લ્હાવો લીધો હતો.