મંગળવારે સવારે 08.00 વાગ્યે અમદાવાદ પહોંચશે અને બુધવારે રાત્રે 23.30 વાગ્યે તિરુપતિ પહોંચશે
મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા 11 મે, 2026થી ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 19560/19559 ઓખા-તિરુપતિ એક્સપ્રેસ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 19560 ઓખા-તિરુપતિ એક્સપ્રેસ (સાપ્તાહિક) 11 મે, 2026થી ઓખાથી દર સોમવારે રાત્રે 23.35 વાગ્યે પ્રસ્થાન કરશે, મંગળવારે સવારે 08.00 વાગ્યે અમદાવાદ પહોંચશે અને બુધવારે રાત્રે 23.30 વાગ્યે તિરુપતિ પહોંચશે.આ જ રીતે, ટ્રેન નંબર 19559 તિરુપતિ-ઓખા એક્સપ્રેસ (સાપ્તાહિક) 14 મે, 2026થી તિરુપતિથી દર ગુરુવારે સવારે 08.15 વાગ્યે પ્રસ્થાન કરીને શનિવારે 01.10 વાગ્યે અમદાવાદ પહોંચશે તથા 11.50 વાગ્યે ઓખા પહોંચશે.
સ્ટોપેજ :
આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, નંદુરબાર, આમલનેર, જલગાંવ, ભુસાવળ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી ડેકન, બસમત, પૂર્ણા, હઝૂર સાહેબ નાંદેડ, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, બોલારમ, કાચીગુડા, મહબૂબનગર, ગદવાલ, કર્નૂલુ સિટી, ડોન, તાડિપત્રી, કડપા, રાજમપેટા તથા રેણિગુન્ટા સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ તથા જનરલ કોચ રહેશે.
ટ્રેન સંખ્યા 19560 ઓખા-તિરુપતિ એક્સપ્રેસનું બુકિંગ 10 મે, 2026 થી PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…
અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…
પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…
અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…
ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…
Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…