વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 હેઠળ અમદાવાદ મંડળના 107 રેલવે સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’ કાર્યક્રમનું આયોજન
મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ અમદાવાદ રેલવે સ્ટેશન પર યાત્રીઓ સાથે કરી સીધી વાતચીત; યાત્રી સુવિધાઓ, સ્વચ્છતા અને સ્ટેશન વિકાસના સંબંધમાં મેળવ્યા સૂચનો

વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 હેઠળ ભારતીય રેલવે દ્વારા 22 ઓક્ટોબર, 2026 ના રોજ દેશભરમાં રેલવે સ્ટેશનો અને રેલવે એકમોમાં ‘રેલ જન સંવાદ’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ જ ક્રમમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન સહિત મંડળના કુલ 107 રેલવે સ્ટેશનો પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પહેલનો ઉદ્દેશ યાત્રીઓ અને સામાન્ય જનતાથી સીધી વાતચીત કરીને તેમની સમસ્યાઓ, અપેક્ષાઓ અને સૂચનોને સમજવા અને પ્રાપ્ત ફીડબેકના આધારે યાત્રી સુવિધાઓ અને રેલવે સેવાઓમાં જરૂરી સુધારા સુનિશ્ચિત કરવાનો છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર આયોજિત મુખ્ય કાર્યક્રમ દરમિયાન મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ યાત્રીઓ સાથે સીધી વાતચીત કરીને સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ, સ્વચ્છતા વ્યવસ્થા, પ્રતીક્ષાલય, પીવાનું પાણી, વૉશરૂમ તથા અન્ય યાત્રી સુવિધાઓના સંબંધમાં તેમની સલાહ જાણી. આ દરમિયાન સ્ટેશન સંકુલમાં યાત્રીઓની પ્રતીક્ષા સંબંધિત જરૂરીયાતો, સુવિધાઓની ઉપલબ્ધતા અને સુધારાની સંભાવનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી.

વાતચીત દરમિયાન એક યાત્રીએ સ્ટેશન પર સાફ-સફાઈ અને શૌચાલયોની વ્યવસ્થા પ્રત્યે સંતોષ વ્યક્ત કરતાં પૃથક પતીક્ષાલયની જરૂરીયાત જણાવી. ત્યાં જ અન્ય યાત્રીએ પ્લેટફોર્મ નંબર 3 અને 4 ની સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારા અને પીવાના પાણી તથા હાથ ધોવાની સુવિધાઓને વધુ સુલભ બનાવવાના સૂચનો આપ્યા.
આ જ ક્રમમાં મંડળ રેલ પ્રબંધકે એસી પ્રતીક્ષાલયમાં ઉપસ્થિત યાત્રીઓ સાથે પણ વાતચીત કરી. આ દરમિયાન મોડી રાત્રે ટ્રેનની રાહ જોતાં યાત્રીઓએ બેસવા માટે પૂરતા સ્થાન ઉપલબ્ધ કરાવવાની જરૂરીયાત વ્યક્ત કરી.
મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ સ્ટેશન સંકુલની બહાર ઉપસ્થિત ઑટો ચાલકો સાથે પણ વાતચીત કરી તેમની કાર્યપદ્ધતિ, પાર્કિંગ વ્યવસ્થા તથા સ્ટેશન પર વાહન સંચાલનથી સંબંધિત અનુભવોની માહિતી મેળવી. ઑનલાઈન એપ્લિકેશન મારફતે યાત્રીઓથી પરિવહન સેવા ઉપલબ્ધ કરાવનારા એક ઑટો ચાલકે જણાવ્યું કે હાલમાં સ્ટેશન પર તેમને કોઈ ખાસ તકલીફ નથી. તેમણે સાબરમતી રેલવે સ્ટેશન પર પાર્કિંગ સુવિધામાં થયેલા સુધારાનો પણ ઉલ્લેખ કર્યો.
મીડિયા સાથે વાતચીત કરતાં મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ જણાવ્યું કે ‘રેલ જન સંવાદ’ યાત્રીઓ અને અન્ય હિતધારકોથી પ્રત્યક્ષ ફીડબેક મેળવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. કાર્યક્રમ દરમિયાન મળેલા સૂચનો અને સમસ્યાઓને તેમની પ્રકૃતિ અને પ્રાથમિકતાના આધારે વર્ગીકૃત કરવામાં આવશે. જે વિષયો પર તાત્કાલિક નિવારણ સંભવ છે, તેમના પર પ્રાથમિકતાથી કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે મધ્યમ સમયગાળાની અને દીર્ધકાલીન જરૂરીયાતો માટે તબક્કાવાર કાર્યયોજના તૈયાર કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સંબંધિત જરૂરીયાતોને પણ નિશ્ચિત પ્રક્રિયા અનુસાર આગળ વધારવામાં આવશે, જેથી યાત્રીઓની વાસ્તવિક જરૂરીયાતો મુજબ સુવિધાઓનો વિકાસ કરી શકાય.
અમદાવાદ મંડળના 107 રેલવે સ્ટેશન પર આયોજિત ‘રેલજન સંવાદ’ કાર્યક્રમ હેઠળ મુખ્ય 39 રેલવે સ્ટેશનો પર મડળના સિનિયર અધિકારીઓ દ્વારા યાત્રીઓ સાથે સીધી વાતચીત કરીને તેમની સમસ્યાઓ, સૂચનો અને અપેક્ષાઓની માહિતી મેળવવામાં આવી. ત્યાં જ, મંડળના અન્ય રેલવે સ્ટેશન પર સંબંધિત સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ/સ્ટેશન માસ્ટરો (SS/SM) દ્વારા યાત્રીઓ સાથે વાતચીત કરી ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અને તેમનામાં સુધારાની સંભાવનાઓના સંબંધમાં ફીડબેક લેવામાં આવ્યું. આ ઉપરાંત ટ્રેનોમાં પણ યાત્રીઓ સાથે વાતચીત કરીને તેમની યાત્રી સંબંધિત સમસ્યાઓ, અનુભવો અને સૂચનોને જાણવામાં આવ્યા.

વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 હેઠળ જન-જાગૃતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી અમદાવાદ મંડળના રેલવે સ્ટેશનો પર શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું. આ શેરી નાટકો મારફતે યાત્રીઓ અને સામાન્ય જનતાને સ્વચ્છતા જાળવી રાખવા, કચરાના યોગ્ય નિકાલ, ઇ-વેસ્ટના યોગ્ય વ્યવસ્થાપણ અને રેલવે સંકુલોને સ્વચ્છ અને સુદર જાળવી રાખવા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા.
‘રેલ જન સંવાદ’ ના કાર્યક્રમ મારફતે અમદાવાદ મંડળ યાત્રીઓ અને અન્ય હિતધારકોની સક્રિય સહભાગીતા સુનિશ્ચિત કરતાં મળેલા સૂચનોને સેવા સુધારાની પ્રક્રિયામાં સામેલ કરવા માટે પ્રતિબદ્ધ છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
