Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

શુભારંભ – ટોરોન્ટો કેનેડા થી આવેલા કીર્તન ગ્રુપ દ્વારા નૂત્તનવર્ષ શરૂઆતનીહરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ઉજવણી

H S January 1, 2023
2-1 Krish man

દરેક માણસની ઈચ્છા હોય છે કે નૂતનવર્ષ શરૂ થતા દિવસ પહેલાની સાંજ તેમના માટે યાદગાર રહે. આ માટે થતી દરેક પાર્ટીઓમાં લોકોને
ચોકક્સથી કાંતો ભોજન, સંગીત, ડાન્સ, રમતો, હસીમજાક કે ફકત આનંદ જ મળતો હોય છે ત્યારે હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે નૂતનવર્ષની
ઉજવણી ‘શુભારંભ’ એક નવારૂપમાં જોવા કરવામાં આવી. લોકોએ કંઈક એવો અનુભવ કર્યો કે જે અલગ જ હતો. જેમ જેમ નવા વર્ષની
પળો નજીક આવી રહી હતી તેમતેમ ચૌતરફનું વાતાવરણ ભગવાન શ્રી શ્રી રાધામાધવના નાદ સાથે ગુંજી રહ્યુ હતું. મંદિરનો વિશાળ હોલ
સ્ટેજના શણગાર અને જબરદસ્ત લાઈટીંગ થી જગમગી ઉઠતા મંદિરનુ વાતાવરણ આત્મીયમય બન્યું હતું.


નૂત્તનવર્ષને આવકારવા યોજાયેલ કાર્યક્રમની શરૂઆત હરેકૃષ્ણ મંત્ર કિર્તનથી થઈ. શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ કે જેઓ ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના
મોટા ભાઈ બલરામના કળયુગના અવતાર છે, તેઓ સાથે આ કાર્યક્રમ માટે ખાસ મંડપનું નિર્માણ કરવામાં આવ્યું. સુંદરરીતે શણગાર કરવામાં
આવેલ શ્રી શ્રી નિતાઈ ગોરાંગે બધા ભક્તો પર કૃપાભરી દ્રષ્ટી કરી અને ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા. પરિવારો, મિત્રો, ભક્તો અને
આશ્રયદાતા વિગેરે મળીને આશરે બે હજાર જેટલા લોકો કે જેઓએ વર્ષ 2023ની શરૂઆત એક અનોખી રીતે કરવાના ધ્યેય સાથે સૌ
ઉજવણીમાં હાજર રહ્યા હતા. જુદી-જુદી વાનગીઓ કે જે સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવી, એ સાથેના ફુડફેસ્ટીવલથી
સમીસાંજ ચમકી ઉઠી હતી. દરેક વ્યક્તિએ અમૃતસમા પ્રસાદનો અને જુદ-જુદી વાનગીઓનો પોતે હ્રદયથી તૃપ્ત થાય ત્યાં સુધી આનંદ માણ્યો.
આ પછી હરેકૃષ્ણ મંદિરના ભક્તો દ્રારા “હરે કૃષ્ણ રોક બેન્ડ” અને “રાવણ અભી ઝિંદા હૈ” નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી. હાજર
બધાજ અતિથિઓ નાટક પ્રદર્શન અને તેના દ્રારા આપવામાં આવેલ અદભૂત સંદેશથી આકર્ષાયા હતા. ઘડિયાળના કાંટા જેમજેમ મધ્યરાત્રિની
પળ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ટોરોન્ટો કેનેડા થી આવેલા કીર્તન ગ્રુપ દ્રારા હરેકૃષ્ણ મહામંત્રની ધૂનની તાલ અને લય સાથે સૌ
ગુંજી અને ઝૂમી રહ્યા હતા. મધ્યરાત્રિએ આકાશમાં રંગબેરંગી ફટાકડાઓની વર્ષા થતાંની સાથે સૌભક્તોના હ્રદય આનંદ,ઉલ્લાસ,ઉમંગ અને
હરેકૃષ્ણ-મંત્ર કિર્તનના ઉષ્માભર્યા અનુભવ સાથે હર્ષાતિરેક થઈ ગયા હતા.

આમ ભગવાન શ્રી શ્રી રાધામાધવના આશીર્વાદ સાથે સૌભક્તો માટે નૂતનવર્ષની શુભ શરૂઆત થઈ. ચૈતન્યરૂપી ભગવાન શ્રી કૃષ્ણ સૌને
આવનાર વર્ષમાં માર્ગદર્શન આપે એવી પ્રાર્થના. નૂતનવર્ષ-2023 ની સૌને કોઈ માટે કૃષ્ણભાવનામય બની રહે તેવી શુભકામના !

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની જૈફ વયે શુક્રવારે નિધન
Next: ૧૦ દેશોના ૧૭૦ કરતાં વધુ બાળકો-યુવાનો દ્વારા ભક્તિસંગીતની પ્રસ્તુતિ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.