Skip to content
March 3, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

શું તમે જાણો છો કે પૃથ્વીની ધરીના ઝોકમાં ફેરફાર આબોહવા પરિવર્તનનું કારણ બની શકે છે?….Outreach Program on Tropic of Cancer Science Park by GUJCOST

H S June 21, 2023
21-6 vi1

ખ્યાતનામ નિષ્ણાતો ડૉ. જે.એન. દેસાઈ અને ડૉ. વી.બી. કાંબલેએ ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર વિશે માહિતી આપી

કાર્યક્રમમાં ગુજરાતના સાત જિલ્લાના સાયન્સ કોમ્યુનિકેટર્સે હાજરી આપી હતી


21-6-2023

21મી જૂન ગુજરાત માટે મોટો દિવસ છે. કર્કવૃત એ, વિષુવવૃત્તથી 23.44 ડિગ્રી ઉત્તરના ખૂણા પર એક કાલ્પનિક રેખા છે, જે આ રેખા રાજ્યના 7 જિલ્લાઓમાંથી પસાર થાય છે.

કર્કવૃત ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થાય છે: ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ.

ગુજરાતમાં તે સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે: (1) અરવલી, (2) સાબરકાંઠા, (3) ગાંધીનગર, (4) મહેસાણા, (5) સુરેન્દ્રનગર, (6) પાટણ, (7) કચ્છ.

કર્કવૃત અને તેના મહત્વ વિશે જાગૃતિ અને સમજ ઉભી કરવા તેમજ સ્થળને એક સંશોધન બિંદુ તરીકે વિકસાવવા માટે, ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક 5930 ચોરસ મીટર વિસ્તારમાં સલાલ ગામ ખાતે વિકસાવવામાં આવી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર હાઇવે પર આ પ્રોજેક્ટ રૂ. 7.00 કરોડના ખર્ચે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે.

ગુજકોસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી આ ટ્રોપિક ઓફ કેન્સર પાર્ક વિશે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે, ગુજકોસ્ટ દ્વારા ઉનાળાના અયનકાળના દિવસે એક આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું-જે દિવસે સૂર્યના કિરણો કર્કવૃત પર બરાબર લંબ હોય છે.

ડૉ. જે.એન. દેસાઈ, ભૂતપૂર્વ પ્રોફેસર, ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર, ભૌતિક સંશોધન પ્રયોગશાળા (પી.આર.એલ.) અને ડૉ. વી. બી. કાંબલે, ભૂતપૂર્વ નિયામક, વિજ્ઞાન પ્રસારના સત્રમા વિજ્ઞાન સંચારકર્તાઓને અમૂર્ત અને કલ્પનાશીલ ખ્યાલ વિશે સમજાવ્યુ. તેઓએ દર વર્ષે ટ્રોપિક ઓફ કેન્સર લાઇનની હિલચાલના કારણો પણ સમજાવ્યા. આબોહવાની પરિસ્થિતિઓમાં પરિવર્તનનો સંબંધ પૃથ્વીની ધરીના ઝોક સાથે પણ છે, તે નિષ્ણાતો દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતના સાત જિલ્લાના વિજ્ઞાન સંચારકારોએ (Science Communicators એ) હાજરી આપી હતી જ્યાંથી કર્કવૃત પસાર થાય છે.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યુ
Next: બીહેવિયરલ સાયન્સ વીકની ઉજવણીના ભાગરૂપે સેટકોમના માધ્યમથી સમાજ ‘સામાજિક વ્યવહાર પરિવર્તન’ અંગે પરિસંવાદ યોજાયો
Follow

Recent Posts

  • સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજ નીકળશે તો આગ લગાડી દઈશું, ઈરાનની ખુલ્લી ધમકીથી તેલના ભાવમાં ભડકો
  • ભારતમાં iPhone લોન્ચ: જાણો કિંમત, ફીચર્સ અને સેલની વિગતો
  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.