Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજ નીકળશે તો આગ લગાડી દઈશું, ઈરાનની ખુલ્લી ધમકીથી તેલના ભાવમાં ભડકો

Chief Editor March 3, 2026
iran Shutdown Strait of Hormuz raises fears of soaring oil prices

iran Shutdown Strait of Hormuz raises fears of soaring oil prices

મિડલ ઇસ્ટ (Middle East)માં અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સે (Revolutionary Guards) સોમવારે એક ભયાનક જાહેરાત કરી છે. ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને તમામ જહાજો માટે બંધ કરી દીધો છે.

ઈરાની સ્ટેટ મીડિયાના રિપોર્ટ અનુસાર, જો કોઈ જહાજ ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરશે, તો તેને આગ લગાડી દેવામાં આવશે. આ નિર્ણય ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા (Israel-USA) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક અત્યંત જોખમી પગલું માનવામાં આવે છે, જે વૈશ્વિક તેલ વ્યાપાર (Global Oil Trade) ને હચમચાવી શકે છે.

Join Our WhatsApp Group

ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વરિષ્ઠ સલાહકાર બ્રિગેડિયર જનરલ સરદાર ઈબ્રાહિમ જબારીએ આ જાહેરાત કરતા જણાવ્યું કે, “હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. જો કોઈ પણ જહાજ અહીંથી નીકળવાની હિંમત કરશે, તો અમારા જવાનો તેને સળગાવી દેશે.” આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે તાજેતરમાં અમેરિકા અને ઈઝરાયેલની સંયુક્ત સ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેની (Ayatollah Ali Khamenei) નું મૃત્યુ થયું હતું.

શા માટે મહત્વનું છે હોર્મુઝ સ્ટ્રેટ? હોર્મુઝ સ્ટ્રેટ એ પર્સિયન ગલ્ફ (Persian Gulf) નો એક સાંકડો રસ્તો છે, જ્યાંથી વિશ્વનો લગભગ 20% તેલનો પુરવઠો પસાર થાય છે. સાઉદી અરેબિયા, કુવૈત, ઈરાક, કતાર અને UAE જેવા દેશોનું તેલ અને ગેસ આ રસ્તેથી જ એશિયાના બજારોમાં પહોંચે છે. જો અહીં ટ્રાફિક અટકે છે, તો ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવ રોકેટની ગતિએ વધી શકે છે. અગાઉ ફેબ્રુઆરીમાં જ્યારે સામાન્ય લશ્કરી કવાયત થઈ હતી, ત્યારે પણ તેલના ભાવમાં 6% નો વધારો થયો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Crude Oil (ક્રૂડ ઓઇલ) Iraq (ઈરાક ) Kuwait (કુવૈત) Middle East (મિડલ ઈસ્ટ) Persian Gulf (પર્સિયન ગલ્ફ) Qatar (કતાર) Saudi Arabia (સાઉદી અરેબિયા) Strait of Hormuz (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) UAE (યુએઈ - યુનાઈટેડ આરબ અમીરાત) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ)

Post navigation

Previous: ભારતમાં iPhone લોન્ચ: જાણો કિંમત, ફીચર્સ અને સેલની વિગતો
Next: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારતનો ‘માસ્ટર પ્લાન’: ઓઈલ સંકટને ટાળવા તૈયાર કરાયો ઈમરજન્સી રોડમેપ
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.