Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Gujarat
  • Gujarat Development
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ની તૈયારીઓને આખરી ઓપ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ની તૈયારીઓને આખરી ઓપ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Chief Editor December 19, 2023
19 vi2

નાણાં-આરોગ્ય-ઉદ્યોગ મંત્રીશ્રીઓ અને રાજ્ય મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આપ્યું માર્ગદર્શન

વડાપ્રધાનશ્રી દ્વારા ૧૦મી જાન્યુઆરીએ થશે પ્રારંભ: વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રપતિશ્રીઓ-વડાપ્રધાનશ્રીઓ- વડાઓ અને દેશ-વિદેશનાં CEOSની ઉપસ્થિતિ રહેશે

વાઇબ્રન્ટ-૨૦૨૪
૧૦ જાન્યુઆરી

  • ઇન્‍ડસ્ટ્રી ૪.૦-સ્પિયર હેડિંગ ધ ઇન્‍ડસ્ટ્રીયલ રિવોલ્યુશન
    ૧૧ જાન્યુઆરી
  • ટેક્નોલોજી & ઇનોવેશન ડ્રાઇવર્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથ
    ૧૨ જાન્યુઆરી
  • ટ્રાન્‍ઝિશનિંગ ટુવર્ડ્સ સસ્ટેઇનેબિલિટી

જેવા થીમ વિષયક સેમિનાર્સ-વન-ટુ-વન અને કોન્ફરન્‍સીસ યોજાશે

  • વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ના પ્રારંભ પૂર્વે ૯મી જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ-શો ખુલ્લો મુકાશે.
  • ૭૨ દેશોના સહિત અત્યાર સુધીમાં ૭૨,૫૦૦થી વધુ વ્યક્તિઓ બિઝનેસ-ઈન્ડસ્ટ્રી સંસ્થાઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન થયું.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજયના મંત્રીશ્રીઓ-ઉચ્ચ અધિકારીઓએ વાઇબ્રન્ટ-૨૦૨૪ પ્રમોશન માટે ૧૧ દેશોની મુલાકાત લીધી, ૨૦૦ વન-ટુ-વન બેઠકો યોજાઈ.
  • દેશના ૧૦ શહેરોમાં રોડ-શો અને ૧૦૬થી વધુ વન-ટુ-વન બેઠકો યોજાઇ.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં હાથ ધરાયેલા નવતર પ્રયોગ અન્‍વયે દરેક જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ જિલ્લાનાં આયોજન દ્વારા કુલ રૂ. ૪૫ હજાર કરોડના સંભવિત રોકાણોના MoU થયા- પોણા બે લાખ જેટલી સંભવિત રોજગારી ઊભી થશે.
  • ૧૩ પ્રિ-વાઇબ્રન્‍ટ ઇવેન્‍ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મૅપ પર અગ્રિમ સ્થાન અપાવવા ૨૦૦૩થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણ આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી-૨૦૨૪ના યોજાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વાઇબ્રન્ટ સમિટને બે દાયકાની ‘સમિટ ઑફ સક્સેસ’ તરીકે આયોજિત કરીને જ્વલંત સફળતા અપાવવા માટે રાજ્ય સરકારે કરેલા બહુઆયામી આયોજનને ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ અંગે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય અને ટેકનિકલ શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રીશ્રીઓ, સર્વશ્રી હર્ષ સંઘવી તેમજ જગદીશ વિશ્વકર્મા પણ સહભાગી થયા હતા.

વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪નો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા.૧૦મી જાન્યુઆરીએ વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રપતિશ્રીઓ-વડાપ્રધાનશ્રીઓ-વડાઓ અને દેશ-વિદેશનાં CEOSની વિશેષ ઉપસ્થિતિમાં કરાવશે.

મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓ સમક્ષ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદરે વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ના સર્વગ્રાહી તલસ્પર્શી આયોજનનું પ્રેઝન્ટેશન કર્યું હતું.

આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટની ૧૦મી એડિશન મુખ્યત્વે ઇન્‍ડસ્ટ્રી ૪.૦ સ્પિયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન, ટેક્નોલોજી એન્‍ડ ઇનોવેશન: ડ્રાઇવર્સ ઓફ ઇન્‍ક્લુઝિવ ગ્રોથ તથા ટ્રાન્‍ઝિશનિંગ ટુવર્ડ્સ સસ્ટેઇનેબિલિટીની મુખ્ય વિષય વસ્તુ સાથે યોજાવાની છે.

વાઇબ્રન્ટ સમિટના પ્રારંભના પૂર્વ દિવસે એટલે કે ૯મી જાન્યુઆરી થી પાંચ દિવસ માટે ગ્લોબલ ટ્રેડ-શો નું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ટેકનોલોજીના દશક ટેકેડ, ડિસ્રપ્ટિવ ટેકનોલોજીસ અને ચેમ્પિયન સર્વિસ સેક્ટર્સને આ ટ્રેડ શોમાં શો-કેસ કરવામાં આવશે.

એટલું જ નહીં, રિવર્સ બાયર-સેલર મીટ, વેન્‍ડર ડેવલપમેન્‍ટ, સ્ટાર્ટઅપ્સ, MSME અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતા પરિસંવાદ વગેરેનું પણ આયોજન આ ટ્રેડ-શો દરમિયાન થવાનું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ટ્રેડ-શોમાં લોકોની સહભાગિતા વધે તેવો આકર્ષક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું.

વાઇબ્રન્ટ સમિટના ત્રિદિવસીય આયોજનમાં જે કોન્ફરન્સિઝ, સેમિનાર અને વન-ટુ-વન બેઠકો તથા કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર્સ યોજવાના છે તે અંગે પણ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ વિગતવાર પ્રેઝન્ટેશન કોર કમિટી સમક્ષ કર્યું હતું.

તદઅનુસાર, સમિટના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર પછીના સમયમાં ઈન્ડસ્ટ્રી ૪.૦ સ્પિયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન અન્વયે એરક્રાફ્ટ, આનુષંગિક ઉત્પાદન MROની તકો, ધોલેરા-સ્માર્ટ બિઝનેસ માટે ગ્રીન ફિલ્ડ સ્માર્ટસિટી, વિકસિત ભારત@૨૦૪૭ માટે ગુજરાતનો રોડ મેપ, સર્વગ્રાહી વિકાસ માટે ગતિશક્તિ અન્વયે યોગ્ય નિર્ણયોની વિષયવસ્તુ સાથે સેમિનાર, કોન્ફરન્સ અને પેનલ ડિસ્કશન્સ થશે. આ ઉપરાંત કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર તથા સાંજે ગિફ્ટસિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ યોજાશે.

સમિટના બીજા દિવસે ૧૧મી જાન્યુઆરીએ ટેક્નોલોજી એન્‍ડ ઇનોવેશન-ડ્રાઇવર્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથની વિષયવસ્તુને આવરી લેતા સેમિનાર્સ, કોન્ફરન્સિસમાં સેમિકન્‍ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, પોર્ટ બેઝડ સિટી ડેવલપમેન્ટ, બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર-ઇન્‍ડસ્ટ્રી ૪.૦ માટે કૌશલ્ય વિકાસ અન્વયે યુથ ફોકસ્ડ ઇવેન્‍ટ્સ, ઇ.વી, સ્ટાર્ટઅપ, આધુનિક ભારતની આકાંક્ષા-ગિફ્ટસિટી, ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ, રિન્યુએબલ એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ માટે ગ્લોબલ નેટવર્ક ડેવલપમેન્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

૧૨મી જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે એટલે કે સમિટના અંતિમ દિવસે MSME કોન્ક્લેવ, ડિ-કાર્બનાઇઝેશન ઑફ ધ ઇકોનોમી અને કાર્બન ટ્રેડિંગ દ્વારા નેટ ઝીરો તરફ પ્રયાણ, વેસ્ટ વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી રિસાયક્લિંગ, સર્ક્યુલર ઇકોનોમીમાં રહેલી તકો, ભારતના ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટીનેશન તરીકે ગુજરાત, રાઉન્‍ડ ધ ક્લોક એનર્જી માટે વોટ્સ થી ગીગા વોટ વગેરે વિષયક સેમિનાર્સ, કોન્ફરન્સ યોજાશે.

રાજ્યમાં પી.એમ મિત્ર ટેક્ષટાઈલ પાર્ક, મેડિકલ ડિવાઈસીસ પાર્ક, ફાર્મા પાર્ક અને ટોય પાર્ક જેવા નવાં ઉભરતાં સેક્ટર્સમાં ઇન્‍વેસ્ટમેન્‍ટ આકર્ષિત કરવા માટે આ વાઇબ્રન્‍ટ સમિટમાં જે આયોજન થવાનું છે તેની પણ વિગતો ઉદ્યોગ વિભાગ દ્વારા બેઠકમાં આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ના આ તલસ્પર્શી આયોજનના પ્રેઝન્‍ટેશન ઉપરાંત પ્રિ-વાઇબ્રન્ટની સફળતા સહિતની વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી.

આ વિગતો આપતાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ કહ્યું કે, વાઇબ્રન્ટ સમિટની ૧૦મી એડિશનને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ૭૨ દેશોમાંથી ૭૨,૫૦૦થી વધુ વ્યક્તિઓ, બિઝનેસ-ઇન્‍ડસ્ટ્રી સંસ્થાઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન થયું છે.

વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ને જ્વલંત સફળતા અપાવવાની પ્રતિબદ્ધતા સાથે વિશ્વના દેશો અને ભારતના અન્ય રાજ્યોની પણ સહભાગીતા પ્રેરિત કરવા રોડ-શો તેમજ શ્રેણીબદ્ધ મુલાકાતો યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોર તેમજ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓએ પણ અન્ય દેશોમાં મળીને કુલ ૧૧ રાષ્ટ્રોનો પ્રવાસ કરીને ૨૦૦ જેટલી વન-ટુ-વન ફળદાયી બેઠકોનું આયોજન કર્યું હતું. એટલું જ નહીં, દેશના ૧૦ શહેરોમાં રોડ-શો અને ૧૦૦ જેટલી વન-ટુ-વન બેઠકો યોજાઈ હતી.

આ બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, વિવિધ વિષયો પર પ્રિ-વાઇબ્રન્ટ સેમિનાર્સ અને કોન્ફરન્સના આયોજનમાં અત્યાર સુધીમાં ૧૩ પ્રિ-ઇવેન્ટ પૂર્ણ થઈ છે અને વધુ બે ઇવેન્ટ જાન્યુઆરી-૨૦૨૪ સુધીમાં પૂર્ણ થઈ જશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ વાઇબ્રન્ટ સમિટમાં રાજ્યના જિલ્લાઓની પણ ભાગીદારી પ્રોત્સાહિત કરવા દરેક જિલ્લામાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ જિલ્લાના આયોજનનો અભિગમ અપનાવીને તમામ 33 જિલ્લાઓમાં વિવિધ ઉદ્યોગોના ૨૬૦૦થી વધુ MoU દ્વારા રૂ. ૪૫ હજાર કરોડનું સંભવિત રોકાણ આવ્યું છે અને સંભવિત પોણા બે લાખ લોકોને રોજગારની તકો મળતી થવાની છે તેની પણ વિગતો બેઠકમાં આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ-૨૦૨૪ના સમગ્ર આયોજનમાં મહાનુભાવોના આગમન-પ્રસ્થાન સહિતની વ્યવસ્થાઓ ક્ષતિરહિત ગોઠવાય તે માટે તેમજ ટ્રાફિક નિયમન, આવાસ-ભોજન અને અન્ય લોજિસ્ટીક્સ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સલાહકાર, ડૉ.હસમુખ અઢિયા, સલાહકાર શ્રી રાઠૌર તેમજ રાજ્યના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ અને સચિવશ્રીઓ પણ બેઠકની ચર્ચામાં જોડાયા હતા અને વાઇબ્રન્ટ સંદર્ભે પોતાના વિભાગોની આયોજન વ્યવસ્થાની વિગતો આપી હતી.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪નો આરંભ કરાવ્યો
Next: ભારત ટેક્સ 2024 – ભારતનો મેગા ટેક્સટાઇલ એક્સ્પો

Related News

International Mother Language Day

વિશ્વ માતૃભાષા દિવસ: ગુજરાતી ભાષાના ગૌરવ અને સંવર્ધન માટે માહિતી કમિશનરની કચેરી ખાતે વિશેષ કાર્યશાળા

Chief Editor February 21, 2026
Ahmedabad Mobility Plan

ઓલિમ્પિક્સ 2036 માટે અમદાવાદ તૈયાર: 3000 ઈ-બસ અને મેટ્રો કનેક્ટિવિટી સાથે શહેરની કાયાપલટ થશે

Chief Editor February 21, 2026
surat diamond bourse

સુરત બન્યું ગ્લોબલ ટ્રેડ હબ: USD 10.55 બિલિયનની નિકાસ સાથે વિશ્વના બજારોમાં સુરતનો દબદબો

Chief Editor February 21, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

US F-15 fighter jet crashed in Kuwait

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

Chief Editor March 2, 2026
International Flights Cancelled

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

Chief Editor March 2, 2026
Copper Price

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

Chief Editor March 2, 2026
Gold and Silver

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

Chief Editor March 2, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.