Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

વડાપ્રધાનશ્રી નરેદ્ર મોદીના હસ્તે આઇકોનિક અટલ બ્રીજનું ઈ- લોકાર્પણ થશે

H S August 26, 2022
26 foot1 main

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ
કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર
એલિસ બ્રીજ તથા સરદાર બ્રીજની વચ્ચે બનાવવામાં આવેલા ‘અટલ બ્રીજ’નું આવતીકાલે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ- લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં
આવશે.

રૂપિયા ૭૪ કરોડના ખર્ચે બનેલો ‘એન્જિનિયરિંગ અજાયબી’ સમાન આ ફુટ ઓવર
બ્રીજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) અમદાવાદ શહેરની નવી ઓળખ બનશે. આઇકોનિક ફૂટ ઓવરબ્રીજને
લઈને શહેરીજનોમાં છેલ્લા ઘણા સમયથી અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સાબરમતી
નદીનાં પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે નિર્માણ પામેલ આ આઇકોનિક ફુટ ઓવર બ્રીજ
(પેડેસ્ટ્રીયન બ્રિજ) પેડેસ્ટ્રીયન અને સાયકલિસ્ટને એક છેડેથી બીજા છેડે કોઈપણ પ્રકારના
ટ્રાફિક વગર સરળતાથી પહોંચવામાં મદદરૂપ થશે તેમજ અમદાવાદના લોકો સાબરમતી નદી
તથા સાબરમતી રિવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે.

અટલ બ્રિજ સાબરમતીના
પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન તથા ઈવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝામાં થઈ પૂર્વ કાંઠે બનનાર

એક્ઝીબિશન/કલ્ચર/આર્ટ સેન્ટરને જોડવામાં મદદરૂપ બનશે. રિવરફ્રન્ટના લોઅર તથા અપર
પ્રોમીનાડ પર થઈને આ બ્રિજ પર જઈ શકાશે.


-: અટલ બ્રીજની લાક્ષણિકતાઓ :-
1). બ્રીજની કુલ લંબાઈ ૩૦૦ મીટર છે જ્યારે વચ્ચેનો સ્પાન ૧૦૦ મીટર છે.
2). બ્રીજના છેડેના ભાગે પહોળાઈ ૧૦ મીટર તેમજ બ્રીજના વચ્ચેના ભાગે પહોળાઈ ૧૪
મીટરછે.
3). સાબરમતી નદીના લોઅર તથા અપર પ્રોમીનાડ (ફુટપાથ) ઉપરથી બંને બાજુએથી
(પશ્ચિમ કાંઠે તથા પૂર્વ બાજુએથી) બ્રીજમાં પ્રવેશ કરી શકાશે.
4). ૨૬૦૦ મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ
સ્ટ્રક્ચરની છતઆઈકોનિક બ્રીજની આઇકોનિક ડિઝાઈનની સાબિતી આપે છે.
5). બ્રીજના વચ્ચેના ભાગે વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગે ગ્રેનાઈટ
ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગબનાવવામાં આવી છે.
6). વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
7). ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રીજને આગવો લૂક પ્રદાન કરે
છે.


Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: કુટિર ઉદ્યોગ અને સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર ‘ખાદી ઉત્સવ’ના કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓનીસમીક્ષા કરી
Next: ખાદી એ સસ્ટેનેબલ અને ઇકો-ફ્રેન્ડલી ક્લોધિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ -વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી
Follow

Recent Posts

  • મમતાને ધક્કા મારીને બહાર ફેંકી દો
  • રાજકારણથી દૂર ભાગતા વિજયે માતા-પિતા સામે જ કર્યો હતો કેસ; જાણો ‘થલાપતિ’ના સંઘર્ષની કથા
  • ગુજરાતમાં ડબલ ઋતુનો માર: 3 જિલ્લામાં માવઠું, અમદાવાદમાં ‘યલો એલર્ટ’ની આગાહી
  • વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ બાદ ‘લોકડાઉન’: સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર માર્યો, એક બાળક ઇજાગ્રસ્ત
  • મંગળ અને શનિની કૃપાથી મેષ અને મકર સહિત 4 રાશિઓને થશે અઢળક ધનલાભ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.