Breaking News

A state government official knows how to tie 373 types of traditional turbans. Amit Shah unveils Veer Savarkar's statue in Andaman and Nicobar Islands cryptocurrency rama steel tubes acquire dubai based automech group IndiGo

યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા માન. શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને લાયન્સ ઈન્ટરનેશનલ 3232B-3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે MoU

ગુજરાત રાજ્ય ના યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે આજે ખાસ MoU કરવામાં આવ્યા છે. શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી પી.બી. પંડયા અને લાયન્સ ડિસ્ટ્રીકટ ગર્વનર શ્રી સુનિલ ગુગલીયાની હાજરીમાં આજે Drug Awareness and Rehabilitation activity માટે MoU સંપન્ન થયા છે.

આ MoU અંતર્ગત લાયન્સ ડિસ્ટ્રીકટ (3232 B3)ના ૩૦૦ ટ્રેનરો રાજ્યની ૭૮૫ શાળાઓ અને ૭૯૬ કોલેજોમાં “ડ્રગ અવેરનેસ” કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરશે. જે અંતર્ગત માદક દ્રવ્યોના સેવન અને તેની ભયાવહ બાબતો અંગે સેમિનાર, સ્ટ્રીટ પ્લે (શેરી નાટકો), વ્યાખ્યાનમાળાના આયોજન કરવામાં આવશે. વિવિધ કાર્યક્રમો થકી ચાલુ વર્ષે ૧૦ લાખ વિદ્યાર્થીઓ નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાનો લક્ષ્યાંક છે.

આ M0U દરમિયાન લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B-3 ના drug awareness ના ચેરપર્સન શ્રી નંદિની રાવલ , પ્રોટોકોલ ઓફિસર શ્રી નિમેષ મંજુમદાર, લાયન્સ કલબ ઓફ ગાંધીનગર ફેમિના ના સેક્રેટરી શ્રી ભૂમિબેન જોગાણી સહિતના લાયન્સ ડિસ્ટ્રીકટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: