Categories: Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે પ્રભાત ફેરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણા થી દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે આજે  ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે વહેલી સવારે પહોંચ્યા હતા અને પ્રભાત ફેરીમાં  જોડાઈને ગ્રામજનોના જન ઉમંગ માં સહભાગી થયા હતા**મુખ્યમંત્રીશ્રીની આ  પહેલને ગ્રામજનોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો અને સરઢવ ના અબાલ વૃદ્ધ સૌ ગ્રામજનો આ પ્રભાત ફેરીમા ઉમટી પડ્યા હતા*.*મુખ્યમંત્રીશ્રી એ પ્રભાતફેરી માર્ગમાં લોકો વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરી અભિવાદન ઝીલ્યું હતું*.*શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રભાત ફેરી ના પ્રારંભ પૂર્વે સરઢવ ના અંબાજી માતા ,રણછોડ રાય મંદિર સહિત ના મંદિરો માં મંગળા આરતી કરી દર્શન અર્ચન કર્યા હતા*.*પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે  ગામોમાં પ્રભાત ફેરી,ગામ તળાવ નિર્માણ અને ગામને ગૌરવ અપવનારા ગામના વ્યક્તિ વિશેષ ,નિવૃત ઉચ્ચ અધિકારીઓ,શિક્ષકો ના સન્માન,શાળા નો જન્મ દિવસ,વૃક્ષારોપણ સહિત ના વિવિધ જન વિકાસ કામો લોકભાગીદારી થી આ જન ઉત્સવ અંતર્ગત ઉજવવા માટે  જે આહવાન કર્યું છે તેને  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરઢવ ના ગ્રામજનો સાથે આજે સાકાર કર્યું છે*.*શ્રી ભૂપેન્દ્ર પટેલે ગામમાં નવિન આર. ઓ પ્લાન્ટ નું પણ લોકાર્પણ કર્યું હતું*. *મુખ્યમંત્રીશ્રી એ ગામના પ્રગતિશીલ ખેડૂતો જેમણે પ્રાકૃતિક ખેતી  સફળતા  પૂર્વક અપનાવી છે તેમનું પણ સન્માન કર્યું હતું*.*મુખ્યમંત્રીશ્રી સાથે આ અવસરે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી,ધારાસભ્ય શંભૂજી ઠાકોર,પૂર્વ મંત્રી વાડીભાઈ પટેલ ,સરપંચશ્રી કિરીટ ભાઈ પટેલ તેમજ ગામના વરિષ્ઠ અગ્રણીઓ , શાળાના છાત્રો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા*.

H S

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

5 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

5 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

2 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

2 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago