Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

બી.એસ.એફ.ની ૪૩મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગિતા-૨૦૨૩ નું ભવ્ય સમાપન

H S July 29, 2023
30 raj2

વિજેતા ટીમો અને ખેલાડીઓને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ટ્રોફી અને ઇનામો અપાયા

મોસમ BSF ના વીર જવાનોના જુસ્સાને ડગાવી શકતી નથી, જવાનો મોસમના મિજાજને બદલી નાખવા સમર્થ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી

બીએસએફના ૧૧ ફ્રન્ટિયરોની ટીમોના ૯૦૦ થી વધુ ખેલાડીઓએ સ્પર્ધાઓમાં ભાગ લીધો

સીમા સુરક્ષા દળ-બી.એસ.એફ.ના ગુજરાત ફ્રન્ટિયરના યજમાનપદે ગાંધીનગરમાં ૪૩મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગિતા-૨૦૨૩ નું આયોજન કરાયું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રૉફી-મેડલ્સ અને પ્રમાણપત્રો અર્પણ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બી.એસ.એફ.ના જવાનો રમતના મેદાનોમાં અને દેશની સીમાઓ પર વિજયી થાય અને ભારતનું ગૌરવ-પ્રતિષ્ઠા વધારે એવી શુભકામનાઓ પાઠવી હતી.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિજેતાઓને અભિનંદન આપ્યા અને અન્ય ખેલાડીઓને વધુ મહેનતપૂર્વક પ્રેક્ટિસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ધોધમાર વરસાદ વચ્ચે પણ અડગ ઊભા રહેલા બી.એસ.એફ.ની વિવિધ ટીમોના રમતવીરોને સંબોધીને તેમણે કહ્યું કે, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દેશની સીમાઓ સાચવી બેઠેલા બી.એસ.એફ.ના જવાનો ભારતીય સેના કરતાં પણ અગ્રેસર ફરજ બજાવે છે. આ મોસમ આવા વીર જવાનોના જુસ્સાને ડગાવી શકતી નથી, બલકે આ જવાનો મોસમના મિજાજને બદલી નાખવા સમર્થ છે. રમતગમત સ્પર્ધાઓના સુંદર આયોજન બદલ તેમણે બી.એસ.એફ. ગુજરાતના મહાનિરીક્ષક શ્રી રવિ ગાંધી અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.

ગાંધીનગર બીએસએફ માં તા. ૨૫ થી ૨૯ જુલાઈ દરમિયાન ૪૩મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગીતાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં સીમા સુરક્ષા દળની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમાના કાશ્મીર, જમ્મુ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત તથા ભારત-બાંગ્લાદેશ સીમા પર તહેનાત ઉત્તર બંગાળ, દક્ષિણ બંગાળ, ગૌહાટી, મેઘાલય, મણીપુર-કછાર અને ત્રિપુરા સહિત કુલ ૧૧ ફ્રન્ટિયરોની ટીમોએ ભાગ લીધો હતો‌ આ પ્રતિયોગિતામાં કુસ્તી, બૉક્સિંગ, વેઈટ લિફ્ટિંગ, કબ્બડી અને બૉડીબિલ્ડીંગ સ્પર્ધાઓમાં ૯૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પાંચ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં કુસ્તી (ફ્રી સ્ટાઈલ) માં ગુજરાત વિજેતા થયું હતું. જ્યારે પંજાબ રનર્સ અપ રહ્યું હતું. ગ્રેકો રોમન સ્ટાઇલમાં ઉત્તર બંગાળ વિજેતા થયું હતું જ્યારે રાજસ્થાન રનર્સ અપ રહ્યું હતું. બૉડીબિલ્ડિંગમાં જમ્મુ ફ્રન્ટિયર વિજેતા અને ગુજરાત રનર્સ અપ રહ્યું હતું. વેઇટ લિફ્ટિંગમાં મણીપુર-કછાર વિજેતા રહ્યું હતું જ્યારે ગુજરાત રનર્સ અપ રહ્યું હતું. કબડ્ડીમાં જમ્મુ વિજેતા અને દક્ષિણ બંગાળ રનર્સ અપ રહ્યું હતું. જ્યારે બોક્સિંગમાં ગુજરાત વિજેતા અને જમ્મુ તથા ત્રિપુરા સંયુક્તપણે રનર્સ અપ રહ્યા હતા.

બેસ્ટ બૉક્સર શ્રી પવન (ગુજરાત) બેસ્ટ કબડ્ડી પ્લેયર શ્રી અજીતસિંહ (દક્ષિણ બંગાળ) બેસ્ટ વેઇટ લિફ્ટર બાદલ નાઈક (ગુજરાત) બેસ્ટ બૉડીબિલ્ડર અશોકકુમાર (જમ્મુ), બેસ્ટ રેસલર (ફ્રી સ્ટાઈલ) શ્રી નરેન્દ્ર (ગુજરાત) અને બેસ્ટ રેસલર (ગ્રેકો રોમન સ્ટાઇલ) ભૂરુ સેન (ઉત્તર બંગાળ) આ વિજેતાઓને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે બેસ્ટ પ્લેયર ટ્રોફી અર્પણ કરાઈ હતી.

પ્રતિયોગિતાના સમાપન સમારોહમાં બી.એસ.એફ.ની મહિલા બટાલીયને યોગનું અને જવાનોએ મલખમનું નિદર્શન કર્યું હતું. જમ્મુ ફ્રન્ટિયર અને દક્ષિણ બંગાળની કબડ્ડી ટીમો વચ્ચે પ્રદર્શન મેચ યોજાઇ હતી, જેમાં દક્ષિણ બંગાળની ટીમ વિજેતા થઈ હતી. સમાપન સમારોહમાં ભવ્ય પરેડ ઉપરાંત ટીમોની માર્ચપાસ્ટ યોજાઇ હતી. બી.એસ.એફ.ના જવાનોએ આસામનું બિહુ લોકનૃત્ય અને પંજાબનું ભાંગડા રજૂ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે બુલેટિનનું વિમોચન કરાયું હતું.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ગુજરાતમાં 1થી 4 ઓગસ્ટ દરમિયાન G20 એમ્પાવર સમિટ યોજાશે
Next: સુરતને સાયબર સેફ બનાવવા માટે સુરત પોલીસના સાયબર સંજીવની ૨.૦ અભિયાનનો ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર કાર નદીમાં ખાબકી, 3 ગુજરાતી સહિત 4નાં મોત, 2 લાપતા
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
  • ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC)ની સ્થાપનાને મંજૂરી
  • પશ્ચિમ રેલ્વેનો ૭૬મો સ્થાપના દિવસ
  • દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત યાત્રા માટે કરી વ્યાપક વ્યવસ્થા
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.