Breaking News

Emergency review meeting held at State Emergency Operation Center following rain forecast in Gujarat How Dare You? Ajit Pawar's Heated Exchange With Woman IPS Officer Over Excavation cm-bhupendra-patel-interacted-with-students-on-teachers-day-celebrations Dialogue meeting with diplomats and heads of missions in Delhi concluded in the presence of Bhupendra Patel National Book Read Day 2025

યુનાઈટેડ નેશન દ્વારા પ્રતિવર્ષ તા.૧૧ થી ૧૬ જૂન દરમિયાન ‘બિહેવિયરલ સાયન્સ વીક’ની વૈશ્વિક કક્ષાએ ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના નેજા હેઠળ SHSRCના ઉપક્રમે બાયસેગના વંદે ગુજરાત ચેનલ સેટકોમના માધ્યમથી આશા એક આરોગ્ય ચેતના: શ્રેણીમાં સામાજિક વ્યવહાર પરિવર્તન વિષયક પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.

આ પરિસંવાદમાં ઉપસ્થિત યુનિસેફ ગાંધીનગરના સોશિયલ બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશનના તજજ્ઞ શ્રી વિજયશંકર કંથને જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની વિવિધ ૨૬ સંસ્થાઓ દ્વારા સામાજિક વ્યવહાર પરિવર્તન અંગેના ૧૭ જેટલા વૈશ્વિક પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રસીકરણ, પોષણ અને સ્વાસ્થ્ય સેવાઓનો વ્યાપ વધારવા સમાજમાં આરોગ્ય સેવાઓ લેવા પ્રત્યેના વ્યવહારમાં પરિવર્તન લાવવું જરૂરી છે તેમાં આશા બહેનોનું યોગદાન ખૂબ જ નોંધનીય રહ્યું છે.

આરોગ્ય સેવાઓ પ્રત્યે પ્રવર્તતી ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, કુરિવાજો વગેરે દુર કરી લોકોને આશાવાદી બનાવવાના વિવિધ ક્ષેત્રે સફળ પ્રયાસો થઈ રહ્યા છે તેના ઉદાહરણો ટાંકતા શ્રી વિજયશંકર કન્થને જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં દસ્તક કાર્યક્રમ થકી ઘર ઘર જઈને દસ્તક આપી સફળ રસીકરણ કરાવવામાં સ્થાનિક અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો અને ડોક્ટરોને સહયોગી બનાવવામાં આવ્યા હતા.

લોકોની જીવનશૈલી પ્રત્યેની ઉદાસીનતા ૨૦ થી ૩૦ વર્ષની ઉંમર પછી કેટલી નુકસાનકારક છે તેની દરેકને સમજણ આપવા ઉપર ભાર મૂકતાં શ્રી વિજયશંકરે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા સ્થાનિક સંસ્કૃતિ, ભાષા અને પરિસ્થિતિને અનુરૂપ પ્રચારાત્મક સાહિત્ય અને સંદેશાઓ વારંવાર પ્રસારિત કરવા જોઈએ તેમ જણાવ્યું હતું.

પોલિયો નાબૂદી અભિયાનની ‘દો બુંદ જિંદગી કે ‘ના સ્લોગન સાથેની પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન સહિત જુદી જુદી પ્રતિભાઓ અને મહાનુભાવોની દ્વારા રજૂ થયેલ વિજ્ઞાપન એ સામાજિક વ્યવહાર પરિવર્તનની સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમ ટાંક્યું હતું.

શ્રી રાકેશ જાનીએ ગુજરાતમાં કાર્યરત એસબીસીસી માળખાની કામગીરીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે વ્યવહાર પરિવર્તન માનવ જીવનના વિવિધ તબક્કાઓમાં જરૂરી છે. જેમ કે બાળકના જન્મ વખતે આરોગ્ય સંસ્થાઓમાં જ પ્રસુતિ કરાવે તે માટે માતૃ વંદના, દીકરી વહાલી જેવી યોજનાઓ અમલમાં છે. બે વર્ષનું બાળક થાય ત્યાં સુધી રસીકરણ, બાળકનો જન્મ થાય ત્યારે પ્રથમ કલાકમાં જ માતાનું સ્તનપાન અને પછી છ માસ સુધી નિયમિત સ્તનપાન થી બાળક તંદુરસ્ત રહે છે. રસીકરણથી બાળ મૃત્યુદર ઘટ્યો છે. ત્રણથી પાંચ વર્ષ સુધી પોષણયુક્ત આહાર માટે બાલવાટિકા અને પાલક માતા-પિતા સહાય યોજના, ૬ થી ૧૦વર્ષમાં બાળકનો બૌદ્ધિક અને શારીરિક વિકાસ થાય છે વગેરે બાબતોની કાળજી રાખવી જરૂરી છે તેમ જણાવ્યું હતું.
તરુણાવસ્થામાં થતા માસિક સ્ત્રાવ, અંગોનો વિકાસ જેવા શારીરિક પરિવર્તનોને તરત સ્વીકારવામાં આવતા નથી, તરુણોમાં મૂંઝવણ ઊભી થાય છે ત્યારે આવા શારીરિક ફેરફાર અંગેને સમજણ આપવી જોઈએ. લગ્ન તથા ગર્ભાવસ્થા વખતની માનસિક સ્થિતિમાં પણ વ્યવહારિક જાણકારી આપવી જોઈએ જે સામાજિક વ્યવહાર પરિવર્તનની વિવિધ પ્રવૃત્તિઓ થકી જ શક્ય છે જેને આશા બહેનો સુપેરે પાર પાડી શકે છે તેમ શ્રી જાનીએ ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં SHSRC ના તજજ્ઞ શ્રી કેપ્ટન જયદેવ જોશીએ આરોગ્ય સેવાઓ લેવામાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓને દૂર કરવામાં આશા બહેનો ખૂબ જ જાગરૂકતાપૂર્વક કામગીરી કરી રહ્યા છે તેમ જણાવી ઉમેર્યું હતું કે બીપોરજોય વાવાઝોડા દરમિયાન એક પણ માતા કે બાળ મૃત્યુ વિના ૭૦૦ થી વધુ સફળ પ્રસુતિઓ થઈ છે તેમાં આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોનું યોગદાન પ્રસંશનીય રહ્યું છે.
પુત્ર જન્મના મોહથી લિંગ અને જાતિ પરીક્ષણ ન થાય અને સમાજમાં વ્યાપ્ત કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, ગેરમાન્યતાઓથી દૂર રહી વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તે માટે સામાજિક વ્યવહાર પરિવર્તનની વિવિધ ૨સપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવું પડશે તેમ જણાવ્યું હતું.

પ્રારંભમાં અમદાવાદના વિભાગીય નાયબ નિયામક ડો. બીના વડાલિયાએ કાર્યક્રમની ભૂમિકા સમજાવતાં જણાવ્યું હતું કે સેટકોમના માધ્યમથી દર શનિવારે ‘આશા એક આરોગ્ય ચેતના: ‘ કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી જુદા જુદા કાર્યક્રમો અંગે આશાબહેનોને માર્ગદર્શન આપવામાં આવે છે, અત્યાર સુધી ૪૫૦ જેટલા સેટકોમ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. રાજ્યની ૪૩,૦૦૦ જેટલી આશા બહેનો એક ચળવળકારી બનીને સામુદાયિક પ્રતિનિધિત્વ નિભાવી રહેલ છે ત્યારે તેમના માટે સામાજિક વ્યવહાર પરિવર્તન અંગેનો આ પરિસંવાદ ખૂબ જ માર્ગદર્શક બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: