પ્રગટ ગુરુહરિ સાહેબદાદાની આજ્ઞાથી ફ્રિમોન્ટ મંડળમાં અન્નકૂટ મહોત્સવની ખુબજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
પૂ. ભાવેશભાઈ, પૂ. છાયાબેનના માર્ગદર્શન હેઠળ મંડળના સર્વે મુક્તોએ સંપ, સુહૃદભાવથી હળીમળીને દરેક વિભાગમાં સેવાઓ કરી. ઠાકોરજી સહિત ધામ ધામી મુક્તોની મૂર્તિઓ પધરાવી ‘ભગવા હૃદયના સાધુ’ ના થીમ સાથે ખુબજ સુંદર સુશોભન કરવામાં આવ્યું હતું.

એલેન ટાઉન મંદિરેથી પૂ. આશિષદાસજી તથા ભારતથી પૂ. રવિદાસજી પધાર્યા હતા. પૂ. રવિદાસજીએ ખુબજ સુંદર અન્નકૂટ ઠાકોરજીને શા માટે ધરાવાય છે તેની વિગતથી વાત કરીને સમજણ આપી હતી. પ્રભુએ આપેલ પ્રભુને ધરાવીને જમીએ તે પ્રસાદ બની જાય છે, એમ પ્રભુના મહિમાની ખુબજ વાતો કરી. વિડીયો દ્વારા પ.પૂ. સાહેબદાદા તથા પૂ. મનોજદાસજીના આશીર્વાદનો પણ સુંદર લાભ મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે સત્સંગ કરવો એ દુર્લભમાં દુર્લભ છે, અઠવાડિક સત્સંગ સભામાં નિયમિત જવું – આમ ખુબજ રાજી થઈને આશીર્વાદ આપ્યા હતા.

૨૦૦ થી વધારે હરિભક્તોએ અન્નકૂટ મહોત્સવના દર્શન કરી લાભ લીધો. આમ ઠાકોરજીને ખુબજ સુંદર થાળ ગાયો, જમાડ્યા, ભાવથી જમાડ્યા અને આરતી કરી સર્વે ભક્તોએ પણ પ્રસાદ લીધો. આમ, સર્વે બહેનોએ ખુબજ સુંદર વાનગીઓ, ખારી, મીઠી, મોળી, તીખી, તુરી વગેરે બનાવી સર્વેના ભાવ મહારાજને અર્પણ કર્યા. સર્વેએ સંપ, સુહૃદભાવ, એકતાથી સર્વે સેવાઓ કરી ગુરુ સાહેબદાદાનો રાજીપો મેળવ્યો.
(ફ્રિમોન્ટ મંડળ વતીથી સેવક હરિદાસના વંદન સહ જય શ્રી સ્વામિનારાયણ)
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
