મુંબઈ, 09 જૂન, 2026
પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે ઔષધીય છોડનું વિતરણ
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભાવનાને સાકાર કરતા 8 જૂન, 2026 ના રોજ અંધેરી રેલવે કોલોનીમાં જાગૃતિ તેમજ વૃક્ષારોપણ સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ અભિયાનનું નેતૃત્વ સંગઠનના અધ્યક્ષા શ્રીમતી સુજાતા પાંડેએ કારોબારી સમિતિના સભ્યો સાથે કર્યું હતું.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદી અનુસાર, શ્રીમતી સુજાતા પાંડે અને કારોબારી સમિતિના સભ્યો દ્વારા લીમડો, સરગવો (મોરિંગા) તેમજ આમળા જેવા ઔષધીય છોડથી યુક્ત એક ‘આરોગ્ય વાટિકા’ ની સ્થાપના કરવામાં આવી. આ પહેલનો ઉદ્દેશ્ય દૈનિક જીવનમાં ઔષધીય છોડના મહત્વને રેખાંકિત કરવાની સાથે-સાથે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જન-જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે.
આ પ્રસંગે શ્રીમતી પાંડેએ રેલવે કર્મચારીઓ, તેમના પરિવારો તેમજ સામાજિક કલ્યાણ કેન્દ્રમાં ઉપસ્થિત બાળકો સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્રના સભ્યોએ વર્ષભર સંચાલિત વિવિધ કલ્યાણકારી અને સામુદાયિક વિકાસ પ્રવૃત્તિઓ, જેમ કે રાષ્ટ્રીય પર્વોની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાનો વગેરેની માહિતી રજૂ કરી હતી.
શ્રીમતી પાંડેએ રેલવે કોલોનીમાં સ્વચ્છ અને હરિત વાતાવરણ જાળવી રાખવા માટે ત્યાંના રહેવાસીઓના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે પર્યાવરણ સંરક્ષણમાં સામૂહિક ભાગીદારી તથા પર્યાવરણ પ્રત્યે ઉત્તરદાયી સમુદાયોના નિર્માણના મહત્વ પર ભાર મૂક્યો. ઘરેલું બાગાયતને પ્રોત્સાહિત કરવા તેમજ ઔષધીય છોડના ઉપયોગને વેગ આપવાના ઉદ્દેશ્યથી કોલોનીના રહેવાસીઓને લીંબુ, લેમનગાસ, મીઠો લીમડો (કડી પત્તા) અને પાનના છોડ સહિત વિવિધ છોડ અને કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા. આ પહેલનો ઉદ્દેશ્ય પરિવારોને પોતાના ઘરોમાં ઉપયોગી છોડ ઉગાડવા તેમજ પર્યાવરણ-અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમ ઘર-ઘરમાં ઔષધીય છોડ લગાવવાના પર્યાવરણીય તેમજ સ્વાસ્થ્ય સંબંધી લાભો પ્રત્યે જન-જાગૃતિ વધારવાનું એક સાર્થક માધ્યમ સાબિત થયો.
ફોટો કેપ્શન: પ્રથમ તસવીરમાં, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) ના અધ્યક્ષા શ્રીમતી સુજાતા પાંડે કારોબારી સમિતિના સભ્યો સાથે વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર અંધેરી રેલવે કોલોનીની મુલાકાત દરમિયાન. બીજી તસવીરમાં, શ્રીમતી પાંડે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ઔષધીય છોડથી યુક્ત આરોગ્ય વાટિકાની સ્થાપના દરમિયાન વૃક્ષારોપણ કરતા.
Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…
Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…
Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…
iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…
EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…
Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…