NRI

GSSP દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લાનો (GSSP)
ગુજરાતી સિનિયર સોસાયટી પ્લાનો (GSSP) દ્વારા તા. 8 જુલાઈ, 2026ના રોજ પ્લાનો સ્થિત ઇલેગન્સ બેન્ક્વેટ હોલ ખાતે ભવ્ય “લોક
ડાયરો” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 200થી વધુ સભ્યોએ ઉત્સાહભેર હાજરી આપી સંગીત, ભક્તિ અને ગરબાથી ભરપૂર આ સુંદર
સાંજનો આનંદ માણ્યો હતો.


કાર્યક્રમની શરૂઆતમાં સભ્યોએ સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનનો આનંદ માણ્યો હતો. આજના ડિનરના સ્પોન્સર દિલીપભાઈ અસાર અને
જ્યોતિબેન અસાર હતા. ભોજન બાદ GSSPનાં પ્રમુખ હર્ષાબેન ગાંધીએ સૌ સભ્યોનું હાર્દિક સ્વાગત કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ
સૌનો આભાર માન્યો હતો. તેમણે તમામ સ્પોન્સર્સ, દાતાઓ, કમિટી સભ્યો અને વોલન્ટિયર્સના અમૂલ્ય સહયોગ બદલ પણ આભાર વ્યક્ત કર્યો
હતો.
અમેરિકાની સ્વતંત્રતાના 250મા વર્ષની ઉજવણીરૂપે કાર્યક્રમની શરૂઆતમાં યુ.એસ. નેશનલ એન્થમ ગવાયું હતું અને આ દિવસના મહત્વ પર
સંક્ષિપ્ત ભાષણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાર્થના સાથે કાર્યક્રમની આગળની શરૂઆત કરવામાં આવી હતી. જુલાઈ મહિનામાં જન્મદિવસ
ધરાવતા સભ્યોને બર્થડે કાર્ડ આપી “હેપ્પી બર્થડે” ગીત સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


આ પ્રસંગે ડૉ. વર્ષા શાહે ડાયાબિટીસ અંગે ઉપયોગી અને મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી માહિતી તથા હેલ્થ ટીપ્સ આપી હતી. તેમની માહિતીસભર
રજૂઆતથી સભ્યોને ખૂબ ઉપયોગી માર્ગદર્શન મળ્યું હતું.
GSSP તરફથી ડિનર સ્પોન્સર દિલીપભાઈ અસાર અને જ્યોતિબેન અસારનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના
ઉદાર સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ લોક ડાયરા માટે જાણીતા કલાકાર પંકજ પટેલ અને તેમના રામદરબાર ગ્રુપે ગુજરાતી લોકસંગીત અને ભક્તિ ગીતોની મનમોહક રજૂઆત
કરી હતી. તેમની મધુર ગાયકી અને સંગીતે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કલાકારોની દરેક રજૂઆતને સભ્યો તરફથી તાળીઓના
ગડગડાટ સાથે વધાવી લેવામાં આવી હતી. ભક્તિ ગીતોની સુંદર રજૂઆતથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.


આનંદ અને ઉત્સાહની પરાકાષ્ઠા ત્યારે જોવા મળી જ્યારે સભ્યોએ માતાજીના લોકપ્રિય ગીતો પર ઉત્સાહભેર ગરબા કર્યા હતા. સંગીત, ભક્તિ
અને ગરબાની રમઝટથી સમગ્ર હોલમાં આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયો હતો.
કાર્યક્રમના અંતે GSSP તરફથી પંકજ પટેલ સહિત તમામ કલાકારોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ હર્ષાબેન ગાંધીએ
તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.


આમ, સંગીત, ભક્તિ અને આનંદથી ભરપૂર “લોક ડાયરો” GSSPના સભ્યો માટે એક યાદગાર અને સુમધુર સાંજ બની રહ્યો હતો. સૌ સભ્યો
કાર્યક્રમની મધુર યાદો સાથે આનંદભેર ઘરે પરત ફર્યા હતા.
માહિતી: કૃષ્ણકાંત શાહ (કેકે)

Chief Editor

Recent Posts

લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ

Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…

9 hours ago

યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું

Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…

9 hours ago

તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ

Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…

10 hours ago

Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ

iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…

10 hours ago

ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી

EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…

1 day ago

રશિયામાં અટકાયત કરાયેલ ભારતીય એન્જિનિયર ચંદન ગુપ્તા મુક્ત: ઘરે સુરક્ષિત પરત ફર્યો

Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…

1 day ago