Iran Nuclear Deal
Iran Nuclear Deal | અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક ચોંકાવનારો અને મોટો દાવો કર્યો છે કે ઇરાન (Iran) પરમાણુ હથિયારો મેળવવાની પોતાની જીદ છોડવા અને યુનાઇટેડ સ્ટેટ્સ (United States) સાથે એક મોટી પરમાણુ ડીલ (Nuclear Deal) પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર થઈ ગયું છે.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકાની કડક સૈન્ય કાર્યવાહીઓના કારણે તેહરાનની સૈન્ય ક્ષમતાઓ સંપૂર્ણપણે પાયમાલ થઈ ગઈ છે, જેના લીધે ઇરાન હવે નમવા માટે મજબૂર બન્યું છે.
સાઉથ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામ માટે આયોજિત એક વર્ચ્યુઅલ ટેલિ-રેલી દરમિયાન સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન, ચાલી રહેલી વાટાઘાટો અને મધ્ય-પૂર્વની સુરક્ષા સ્થિતિ પર વિસ્તારપૂર્વક વાત કરી હતી.
ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે અમે અત્યારે વાટાઘાટો કરી રહ્યા છીએ અને ઇરાન એક બહુ જ સારી ડીલ કરવા ઈચ્છે છે. તેઓ આપણને બધું જ આપવા માટે તૈયાર છે અને પરમાણુ હથિયાર ન રાખવાની શરત સ્વીકારવા પણ સહમત થયા છે.
ઇરાન પાસે પરમાણુ હથિયાર હોઈ જ ન શકે અને આ બાબત બહુ સરળ અને સ્પષ્ટ છે. પોતાની આક્રમક શૈલીમાં બોલતા પ્રમુખ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકન સૈન્ય કાર્યવાહીએ ઇરાનના સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને (Military Infrastructure) વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.
તેમણે ઉમેર્યું કે, અમે તેમની નેતાગીરી સહિત જે પણ કંઈ બરબાદ થઈ શકે તેમ હતું તે બધું જ નેસ્તનાબૂદ કરી દીધું છે. તેમની નેવી (Navy) હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. તેમની પાસે 159 જહાજો હતા અને અત્યારે દરેક જહાજ પાણીની અંદર ડૂબી ગયું છે.
ટ્રમ્પે આગામી 2 સપ્તાહમાં આ વાટાઘાટોમાંથી ખૂબ જ સાનુકૂળ પરિણામ આવવાની ભવિષ્યવાણી કરી છે અને કહ્યું છે કે ટૂંક સમયમાં જ અમેરિકા સંપૂર્ણ વિજય જાહેર કરશે. જે બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની (Crude Oil) કિંમતો પણ નીચે આવી જશે.
Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…
Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…
Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…
iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…
EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…
Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…