Railway Update

અમદાવાદીઓ આનંદો..એકજ દિવસમાં સોમનાથદાદાના દર્શન કરીને પર

જય. સોમનાથ..જય સોમનાથ..રેલ્વેની શ્રાવણી ભેટ

17 ઓગસ્ટ 2026થી નવા માર્ગ ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢથી ચાલશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થી હવે એક જ દિવસમાં દર્શન કરી સરળતાથી પરત આવી શકશે

ગાંધીગ્રામ-બોટાદ રેલવે સેક્શનના યાત્રીઓને પહેલી વાર મળશે વંદે ભારત એક્સપ્રેસની ભેટ

 

રેલવે મંત્રાલયે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓની સુવિધા અને યાત્રીઓને ઝડપી, આધુનિક અને આરામદાયક રેલવે સેવા ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ હેઠળ ટ્રેન નંબર 26901/26902 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન વર્તમાનના વિરમગામ-સુરેન્દ્રનગર-જેતલસર-જૂનાગઢ માર્ગને બદલે ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ માર્ગથી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ ફેરફાર કરાયેલ માર્ગ પર વંદે ભારત એક્સપ્રેસનું નિયમિત સંચાલન 17 ઓગસ્ટ 2026 થી આરંભ થશે. નવા માર્ગથી ફક્ત સોમનાથ જનારા શ્રદ્ધાળુઓને મોટી સુવિધા જ નહીં મળે, પરંતુ ગાંધીગ્રામ-બોટાદ રેલવે સેક્શનના યાત્રીઓને પણ પહેલી વાર વંદે ભારત એક્સપ્રેસની આધુનિક અને વિશ્વસ્તરની યાત્રાનો લાભ મળશે.

ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 17 ઓગસ્ટ 2026 થી સાબરમતીથી સવારે 06:00 કલાકે પ્રસ્થાન કરશે તથા 06:16 કલાકે ગાંધીગ્રામ અને 12:50 કલાકે વેરાવળ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 26902 વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ વેરાવળથી 15:50 કલાકે પ્રસ્થાન કરશે તથા 21.50 કલાકે ગાંધીગ્રામ અને 22:25 કલાકે સાબરમતી પહોંચશે.

માર્ગમાં સ્ટોપેજ

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા અને જૂનાગઢ સ્ટેશનો પર રોકાશે. આ વંદે ભારત એક્સપ્રેસ ગુરૂવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ સંચાલિત થશે.

શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા

આ ટ્રેનનું સમયપત્રક વિશેષ રૂપે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. યાત્રી સવારે સાબરમતીથી પ્રસ્થાન કરી બપોર સુધી વેરાવળ પહોંચીને ભગવાન સોમનાથના દર્શન કરી શકશે તથા એ જ દિવસે બપોર પછી વેરાવળથી પરત થઈ રાત્રી સુધી સાબરમતી પરત આવી શકશે. આનાથી એક જ દિવસમાં દર્શન કરી પરત આવવું પહેલાની સરખામણીમાં વધુ સુવિધાજનક થઈ જશે.

ગાંધીગ્રામ-બોટાદ રેલવે સેક્શનને પહેલી વાર વંદે ભારત એક્સપ્રેસની ભેટ

માર્ગ પરિવર્તનની સાથે ગાંધીગ્રામ-બોટાદ રેલવે સેક્શનના યાત્રીઓને પહેલી વાર દેશની સૌથી આધુનિક સેમી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસમાં યાત્રા કરવાનો અવસર મળશે. આનાથી ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા અને ઢસા જેવા મહત્વના સ્ટેશનોના યાત્રીઓને ઝડપી, સુરક્ષિત અને આરામદાયક રેલવે યાત્રાનો લાભ મળશે.

પ્રાદેશિક કનેક્ટિવિટીને મળશે નવું પરિમાણ

ફેરફાર કરાયેલ માર્ગથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ધાર્મિક પર્યટન અને વેપારી કેન્દ્રો વચ્ચે સંપર્ક વધુ સુદ્રઢ થશે. યાત્રા સમયમાં ઘટાડો થવાની સાથે-સાથે યાત્રીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ ઝડપી અને સુવિધાજનક રેલવે સેવા ઉપલબ્ધ થશે, જેનાથી પ્રદેશના સામાજિક, ધાર્મિક અને આર્થિક વિકાસને નવી ગતિ પ્રાપ્ત થશે.

Chief Editor

Recent Posts

લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ

Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…

6 hours ago

યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું

Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…

6 hours ago

તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ

Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…

7 hours ago

Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ

iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…

7 hours ago

ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી

EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…

1 day ago

રશિયામાં અટકાયત કરાયેલ ભારતીય એન્જિનિયર ચંદન ગુપ્તા મુક્ત: ઘરે સુરક્ષિત પરત ફર્યો

Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…

1 day ago