Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલી નદીમાં કુલ ૩.૯૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે : જિલ્લા પ્રસાશન સતર્ક

Chief Editor August 26, 2024
26 dam1

જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી સાવધ રહેવા નાગરિકોને અપીલ કરતા કલેકટરશ્રી એસ.કે.મોદી

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૮ ગામોને તકેદારીના પગલાં લેવા સાવચેત કરાયા

રાજપીપલા, સોમવાર :- નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધનાં ૧૫ દરવાજા ૨.૮૫ મીટર ખોલવામાં આવ્યા હતા. જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતાં સોમવારે બપોર ૧ = ૦૦ કલાકે વધુ ૮ ગેટ મળી કુલ – ૨૩ ગેટ ૨.૨ મીટર જેટલા ખોલવામાં આવ્યા છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૩.૯૫ લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે.

નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ ૩૬૮૪૭૫ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેથી નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં ૨૩ દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૩,૯૫,૦૦૦ (૪૫,૦૦૦+ ૩,૫૦,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પાણીનો ઇન્ફ્લો છે તેના પ્રમાણમાં જ આઉટ ફ્લો છે. નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીની માત્રા હાલમાં ઓછી છે જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી. પરંતુ સતત વરસી રહેલા વરસાદથી સૌએ સાવચેતી રાખવી જરૂરી છે. ક્યાંક પાણીનો ભરાવો થાય તો તેનો ઝડપી નિકાલ થાય તેવા પ્રયાસો કરવા અને જરૂર પડ્યે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના ૨૪ કલાક કાર્યરત કંન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાને રાખીને અસરગ્રસ્ત થતા ગામોમાં નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરૂડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડીયા, વિરપુર, રેંગણ મળી ત્રણેય તાલુકાના ઉક્ત ૨૮ ગામોના નાગરિકોને નદીના પટમાં નહીં જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

જિલ્લાના તમામ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાના અધિકારીઓને તાકીદ કરાઈ છે કે, વધુ વરસાદ પડે અને લોકોના જનજીવન પ્રભાવિત થાય તો તેમને સલામત જગ્યાએ ખસેડીને પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા અને કોઈ જાનમાલનું નુકશાન ન થાય તેની તકેદારી રાખવી. રસ્તા પર ઝાડ પડી જાય કે રસ્તો ધોવાઈ જાય કે ભયજનક લાગે તો પોલીસ તંત્રને જાણ કરીને આગોતરા પગલાં ભરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આમ, વરસાદની પરિસ્થિતિમાં કંઈપણ ઘટના કે બનાવ બને તો ડિઝાસ્ટર શાખાને જાણ કરવી અને કન્ટ્રોલ રૂમના નંબર – ૦૨૬૪૦ – ૨૨૪૦૦૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Gujarat Rain (ગુજરાત વરસાદ)

Post navigation

Previous: વિકટ પરિસ્થિતિમાં વ્હારે આવ્યું વહીવટી તંત્ર
Next: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.