
લોકસભામાં ચૂંટણી સુધારણાના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી. અમિત શાહ જ્યારે ગૃહમાં સંબોધન કરી રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધીએ તેમને ટોક્યા હતા, જેના જવાબમાં અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “તમારા હિસાબે સંસદ નહીં ચાલે.”
મતદાર યાદી પર અમિત શાહનો પ્રહાર
અમિત શાહે કહ્યું કે વિપક્ષના નેતાઓ કહે છે કે મતદાર યાદી સાચી નથી અને તેમાં સુધારો કરવો જોઈએ. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું:
-
“મતદાર યાદી જૂની હોય કે નવી, તમારું હારવું નિશ્ચિત છે.”
-
“જ્યારે તમે જીતો છો, ત્યારે ચૂંટણી પંચ મહાન છે, જ્યારે તમે હારો છો, ત્યારે ચૂંટણી પંચ BJPનું બની જાય છે.”
-
તેમણે SIR (મતદાર યાદીના સુધારા માટેની પદ્ધતિ) નો ઉલ્લેખ કરતા કહ્યું કે બે-બે વોટર કાર્ડ, જે સામાન્ય ભૂલો છે, તેને સુધારવા માટે SIRની જરૂર છે.
રાહુલ ગાંધીએ આપી ડિબેટની ચેલેન્જ
અમિત શાહના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ તેમને ટોકતા કહ્યું કે, “તમે હરિયાણાની વાત કરી. એક ઉદાહરણ આપ્યું. આવા અનેક ઉદાહરણો છે.” આ પછી રાહુલ ગાંધીએ અંગ્રેજીમાં અમિત શાહને તેમની પ્રેસ કોન્ફરન્સ પર ચર્ચા કરવાની ચેલેન્જ આપી:
“Let us Have a Debate on my Press Conference, I challenge You on my Press Conference.”
અમિત શાહનો આકરો જવાબ
રાહુલ ગાંધીના આટલું બોલ્યા બાદ અમિત શાહે કહ્યું: “તમારા અનુસાર સંસદ નહીં ચાલે. મારા બોલવાનો ક્રમ તે નક્કી કરી શકતા નથી.” આના પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, “અમિત શાહજીનો આ ડરી ગયેલો, ગભરાયેલો રિસ્પોન્સ છે, ડિફેન્સિવ થઈ ગયા.”
