Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ડિજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે ગુજરાત પોલીસનું વધુ એક નકકર કદમ

H S June 16, 2023
16 digital

¤ VISWAS Project અંતર્ગતના તમામ જિલ્લાઓમાં One Nation One Challan System કાર્યરત કરાઈ

¤ e-Challanની રકમ નાગરિકો Credit Card/Debit Card/Net Banking/UPI થી Online તેમજ સંબંધિત જિલ્લાના નેત્રમ ખાતે offline (રોકડમાં) ભરી શકશે

¤ One Nation One Challan System મારફતે જનરેટ થયેલા e-Challanની જાણકારી વાહન માલિકના મોબાઇલ નંબર ઉપર SMSથી આપવામાં આવશે

¤ VISWAS Projectના અમલીકરણ બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં ચોરી, લૂંટ, ધાડ, હિટ એન્ડ રન જેવા ૫૫૦૦થી વધુ ગુનાઓ ડિટેક્ટ કરવામાં મદદ મળી


રાજય સરકારે ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે અનેકવિધ પગલાં ભર્યા છે જેના ભાગરૂપે રાજયના પોલીસ વિભાગે
VISWAS Project અંતર્ગત સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાના મુખ્ય મથકો, ૬-પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા મળી કુલ ૪૧-શહેરોમાં ટ્રાફિક જંકશન એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય વ્યુહાત્મક સ્થળોએ ૭૦૦૦ થી વધુ CCTV કેમેરા લગાવી, સબંધિત જિલ્લાના NETRAM સાથે પોઇન્ટ ટુ પોઇન્ટ ફાઇબર કનેક્ટીવીટીથી જોડી દીધા છે. તમામ જિલ્લાઓના ‘NETRAM ને ગાંધીનગર સ્થિત TRINETRA: Integrated Command & Control Centre (i3C) સાથે integrate કરવામાં આવ્યા છે. હવે VISWAS Project અંતર્ગતના તમામ જિલ્લાઓમાં One Nation One Challan System કાર્યરત કરી દેવામાં આવી છે.

વિશ્વાસ પ્રોજેકટ ટાસ્ક ફોર્સના ચેરમેન અને એડીશનલ ડી.જી.પી શ્રી નરસિંહા કોમરે આ અંગે વિગતો આપતા કહ્યું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં ટ્રાફીક નિયમોના ભંગ ઉપર નિયંત્રણ લાવવા તેમજ નાગરિકોમાં ટ્રાફીક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતતા ફેલાય તે માટે વાહન માલિકને ટ્રાફીક નિયમોના ઉલ્લંધન બદલ VISWAS Project હેઠળ તમામ જિલ્લાઓમાં તા. ૧૫/૦૨/૨૦૨૦ થી e-Challan જારી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવેથી રાજયમાં VISWAS Project હેઠળ તમામ જિલ્લાઓમાં One Nation One Challan System મારફતે વાહન માલિકને e-Challan જારી કરવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, તા.૧૩/૦૬/૨૦૨૩ પહેલાં ઇસ્યુ કરવામાં આવેલા e-Challan સામે માંડવાળ રકમ ચુકવવા માટે Online Portal: https://echallanpayment.gujarat.gov.in ઉપર Credit Card/Debit Card/Internet Banking /UPI થી online payment કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ offline payment (રોકડમાં) માટે જિલ્લાઓમાં નિયત કરાયેલ પોલીસ સ્ટેશનો ખાતે તેમજ જિલ્લાના NETRAM ખાતે over the counter payment facility ઉભી કરવામાં આવી છે. તા.૧૩/૦૬/૨૦૨૩ પછી ઇસ્યુ કરવામાં આવેલા e-Challan સામે માંડવાળ રકમ ચુકવવા માટે Online Portal: https://echallan.parivahan.gov.in ઉપર Credit Card/Debit Card/ Internet Banking/UPI વિગેરેથી online payment કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોઇ પણ વાહન માલિક Offline Payment (રોકડમાં) કરવા માંગતા હોય તો તેઓ સંબંધિત જીલ્લાના NETRAM ખાતે ઉભી કરવામાં આવેલી over the counter payment facility નો ઉપયોગ કરીને રોકડમાં ચુકવણી કરી શકશે. સંબંધિત જીલ્લાના પોલીસ સ્ટેશન અથવા અન્ય જીલ્લાના NETRAM ખાતે રોકડમાં ચૂકવણી થઇ શકશે નહી.

તેમણે ઉમેર્યું કે, One Nation One Challan System મારફતે જનરેટ થયેલ e-Challanની જાણકારી System મારફતે જ વાહન માલિકના મોબાઇલ નંબર ઉપર SMS થી આપવામાં આવશે. આ ઉપરાંત, જનરેટ થયેલ e-Challan Speed Post મારફતે વાહન માલિકના સરનામે પણ મોકલવામાં આવશે. e-Challan ની સામે માંડવાળ રકમ ૯૦-દિવસમાં ચુકવવામાં નહી આવે તો તે e-Challan આપમેળે Virtual Court માં મોકલવામાં આવશે.

One Nation One Challan System માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, ભારત સરકાર ના ‘VAHAN’ (data base of vehicle registration numbers) અને ‘SARTHI’ (data base of driving licenses) સાથે integrate થયેલ છે. ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO) એક જ પ્લેટફોર્મ One Nation One Challan System પર કાર્યરત હોવાથી ડેટાની અખંડિતતા, વિશ્વસનીયતા અને પારદર્શિતા જળવાઇ રહે છે તેમજ વાહન માલિકો દ્વારા વાહનોની નોંધણી, માલીકના નામમાં ફેરબદલ કરવા, Registration Certificate માં ફેરબદલ કે ડેટા અદ્યતન કરાવવા, NOC, fitness certificate, permits તેમજ અન્ય કામગીરી માટે જ્યારે પ્રાદેશિક પરિવહન કાર્યાલય મુલાકાત લેવાની થશે ત્યારે તે વાહન સામે ઇસ્યુ થયેલ e-Challan ની ચુકવણી નહીં કરેલ હોય તો પ્રાદેશિક પરિવહન કાર્યાલયના અધિકારી દ્વારા તે બાબતે પ્રથમ ચુકવણીનો આગ્રહ રાખવામાં આવશે અને ત્યારબાદ જ પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા વાહન સબંધિત સેવાની અરજીનો નિકાલ થશે.

તેમણે કહ્યું કે, VISWAS Project અંતર્ગત લગાવવામાં આવેલ CCTV Camera ના વિડીયો ફીડ રાજ્યની પોલીસને ગુન્હા શોધવામાં ખુબ જ મદદરૂપ થઈ રહી છે. પોલીસ દ્વારા હીટ એન્ડ રનના કેસ, માર્ગ અકસ્માત,  અપહરણ, ગુમ થયેલ વ્યક્તિ કે ચીજવસ્તુઓના કેસ, ચોરી, લુંટ, ધાડ, ચીલ ઝડપ કેસો શોધવામાં તેમજ ગુન્હા બાદની તપાસમાં CCTV Camera ના વિડીયો ફીડની મદદ લેવામાં આવે છે. VISWAS Projectના અમલીકરણ બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના ૫૫૦૦થી વધુ કેસો શોધવામાં મદદ મળી છે.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: After Cyclone ‘Biparjoy’ hit the Gujarat coast on Thursday night, Chief Minister Shri Bhupendra Patel held a high-level review meeting in SEOC
Next: વાવાઝોડામાં‘ઝીરો કેઝ્યુલિટી’ના ધ્યેય સાથે અસરગ્રસ્ત જિલ્લામાંઓમાંથી કુલ-૧૧૫૨ સગર્ભા બહેનોનું સલામત સ્થળાંતર: જેમાંથી ૭૦૭ની સફળ પ્રસૂતિ
Follow

Recent Posts

  • ઈઝરાયલના ‘લિટલ ઈન્ડિયા’ ગણાતા ડિમોના પર ઈરાનનો મિસાઈલ હુમલો
  • ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરતા અમેરિકા લાલઘૂમ, તાત્કાલીક જળમાર્ગ ખોલો નહીં તો…’
  • લાદેન છુપાયો હતો તે દેશ પર ભરોસો ન કરાય: અમેરિકા સુધી પહોંચી શકે છે પાકિસ્તાનની ન્યુક્લિયર મિસાઈલ
  • Operation Searchlight : 1971ના બંગાળી હિન્દુઓ પરના અત્યાચારને નરસંહાર જાહેર કરો
  • ગુજરાતમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી વધશે, જાણો હવામાન વિભાગની આગાહી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.