World

ટ્ર્મ્પનો બફાટ…ભારત અને ચીન નર્ક સમાન

અમેરિકામાં નાગરિકતા મુદ્દે વાત કરતાં અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને નરકનું દ્વાર ગણાવ્યું હતું, જેના પર ભારતે સરકારે વળતો પ્રહાર કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ભારત વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘અમે તે ટિપ્પણીઓ જોઈ છે, અને સાથે જ તેના જવાબમાં અમેરિકન દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા તે પછીના નિવેદનને પણ. આ ટિપ્પણીઓ સ્પષ્ટપણે જાણકારી વગરની, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી છે.

આ અગાઉ, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોડકાસ્ટરની અપમાનજનક પોસ્ટ શેર કરી હતી, જેમાં ભારત અને ચીનને નરક બતાવવામાં આવ્યું હતું. જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી હતી. રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અમે કેટલીક ખબરો જોઈ છે. હું આ બાબતને અહીં જ છોડું છું. જ્યારે આખા વિવાદ પર ડોનાલ્ડ ટ્રમ્પની ચોતરફ નિંદા થઈ ત્યારે અમેરિકાએ આખા મામલે યુ-ટર્ન લેતા તેને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું કે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું માનવું છે કે ભારત એક મહાન દેશ છે, જેનું નેતૃત્વ તેમના સારા મિત્ર કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ આડાતેડા નિવેદનો કરીને હવે ભરાયા છે કેમકે ભારતના લાખો લોકો અમેરિકામાં રહે છે જે હવે વિરોધ દર્શાવશે.

Chief Editor

Recent Posts

લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ

Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…

9 hours ago

યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું

Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…

9 hours ago

તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ

Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…

10 hours ago

Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ

iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…

10 hours ago

ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી

EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…

1 day ago

રશિયામાં અટકાયત કરાયેલ ભારતીય એન્જિનિયર ચંદન ગુપ્તા મુક્ત: ઘરે સુરક્ષિત પરત ફર્યો

Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…

1 day ago